સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ભુજમાં ટેકાના ભાવે મકાઇ-ડાંગર બાજરીનું ૧૫ સુધીમાં રજીસ્ટ્રેશન થશે

ભુજ, તા.૫: રાજય સરકાર દ્વારા લધુત્ત્।મ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી અન્વયે ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૧-૧૦-૨૦૧૯ થી ૩૧-૧૦-૨૦૧૯ સુધી હાથ ધરવામાં આવેલ હતી. હાલમાં બાજરી પાકની કાપણી ચાલુમાં હોઈ ઉચ્ચ કક્ષાએ લેવાયેલ નિર્ણય અનુસાર લધુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીના રજીસ્ટ્રેશનમાં ૧૫-૧૧-૨૦૧૯ સુધી વધારો કરવામાં આવેલ છે, આ રજીસ્ટ્રેશન જિલ્લાના સબંધિત ફકત એ.પી.એમ.સી ખરીદ કેન્દ્રમાં જ થઇ શકશે જેની ખેડૂતો મિત્રોએ નોંધ  લેવા જિલ્લા પુરવઠા અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

(11:45 am IST)