સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

પરીક્રમાના કઠીન પથ પર છેલ્લા ૬૧ વર્ષથી સુંદર વ્યવસ્થા સાથે ભોજન ભજનની નિશુલ્ક સેવા આપતું રાજકોટનું ખોડીયાર રાસ મંડળ

૨૫૦ થી વધુ કાર્યકર ભાઇ-બહેનોનો કાફલો ર૦ જેટલા વાહનોમાં સીધુ સામાન સાથે સેવામાં : ૧૮૦ ડબ્બા ચોખ્ખુ ઘી ૩૬પ ડબા સીંગતેલ ૧ર૬ ગુણી ખીચડીઃ પ૦ મણ ચણા : ૮૦-૮૦ ગુણી ખાંડ ચણાનો લોટ ૮૦ કિલો ચા ૪૦૦ કિ. દુધનો પાવડર : કાર્યકરો સાથે સંસ્થાના પ્રમુખ જાદવભાઇ કાકડીયા-વલ્લભભાઇ ઠુમ્મર સતત ખડેપગે

જુનાગઢ, તા., ૫: સમગ્ર પરીક્રમા દરમ્યાન સેવા સંસ્થાઓ દ્વારા ચલાવાતા અન્નક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતું  આઇશ્રી ખોડીયાર રાસ મંડળ રાજકોટ સતત ૬૧ વર્ષથી ગિરનારી પરીક્રમાં દરમ્યાન ત્રણ સ્થળોએ સવાર-સાંજ બન્ને ટાઇમ યાત્રીકોને પ્રસાદ આપતું અન્નક્ષેત્ર પરીક્રમાંના પ્રથમ દિવસથી જ કાર્યરત થાય છે.

ખોડીયાર રાસ મંડળના શ્રી વલ્લભભાઇ ઠુમ્મરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર પરીક્રમાં દરમ્યાન જીણા બાવાની મઢી ત્રણ દિવસ બોરદેવી શેરનાથ બાપુના આશ્રમ સામે ત્રણ જગ્યાએ યાત્રીકોને મહાપ્રસાદ પિરસવામાં આવશે.

જેમાં દરરોજ ચોખા ઘીની ગુંદી ગાઠીયા નાયલોન ખમણ બટેટા ટમેટા વટાણા ખીચડી મરચાનું અથાણુ ઠંડી છાશ ભાવીકોને પીરસાશે.

આ ઉપરાંત સવારથી જ સાંજ સુધી ચા-પાણી વિનામુલ્યે આપવામાં આવશે.

આ સમગ્ર આયોજન પાછળ રાજકોટના આઇશ્રી ખોડીયાર રાસ મંડળના રપ૦ થી વધુ સ્વયંસેવકો સીધુ સામાન ભરેલા ર૦ થી વધુ વાહનો ૧૮૦ ડબ્બા ઘી ૩૬પ ડબ્બા સીંગતેલ ૧૦૦ મણ વેસણ ૧ર૬  મણ ખીચડી પ૦ મણ ચણા ૧૦૦ ગુણી ખાંડ ૩૦૦ કિલો  લીંબુ મરચા અથાણુ ૮૦ કીલો ચા ની ભુકી  ૪૦૦ કિલો દુધનો  પાવડર ૧૦૦ જનરેટર સેટર ઇલેકટ્રીક સમાન વિગેરે દ્વારા પ્રસાદ વ્યવસ્થા જાળવાશે.

આ અન્નક્ષેત્રનું સંસ્થા પ્રમુખ જાદવભાઇ કાકડીયા વેલજીભાઇ રીબડીયા ભીખાભાઇ આંબલીયા વલ્લભભાઇ ઠુમ્મર જુનાગઢના હરેશ ગોબરભાઇ ઠુમ્મર લવજીભાઇ ખુંટ અને રપ૦ થી વધુ સ્વયંસેવકોનો કાફલો ખડેપગે રહી સુંદર આયોજન કરાયું છે.

(11:43 am IST)