સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

પોરબંદર મીયાણી પોલીસની મદદથી ઝારખંડથી રખડતી ભટકતી મહિલાનું પરિવારજનો સાથે સુખદ મિલન

પોરબંદર,તા.૫: મીયાણી પોલીસની મદદથી ઝારખંડની રખડતી–ભટકતી મહીલાને પરિવારથી સુખદ મિલાપ કરાવ્યું હતું.

પોરબંદર જિલ્લાના ર્ંપોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબના તથા ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી પોરબંદર ગ્રામ્ય શ્રી ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ માણસોને શોધી કાઢવાની સૂચના અન્વયે મિંયાણી-મરીન પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૦૨ના રોજ સાંજના કલાક-૧૯/૩૦ વાગ્યાના અરસામાં વિસાવાડા ગામના ભીમા પરબતભાઇ કેશવાલાના દ્યરપાસે રખડતી-ભટકતી અને ભુલી પડેલી મહીલા સમજી ન શકાય તેવી તુટક-તુટક હીન્દી ભાષા બોલતી હોય જેથી કોસ્ટલ મોબાઇલ ઈન્ચાર્જ રાયદેભાઇ તથા ASI વી.કે.જાડેજા, આર.એન.ઓડેદરા, અરવિંદ કરશનભાઇ,શાંતીબેન બાબુભાઇને સાથે રાખી પોલીસ ઈન્સ.શ્રી જી.બી.ગોહીર્લં એ વિવેકથી પુછપરછ કરતાં પોતાનું નામ ર્ંફુલમણી ઉર્ફ તેતરી ઉ.વ.૪૦ સરનામું મુળગામ લુકુઇયા તા.હુટર જી.લાતેહાર રાજય-જારખંર્ડં વાળા હોવાનું જણાવેલ જે આધારે બોસીદા પોલીસ સ્ટેશન જિ.લાતેહાર ના પો.કોન્સ.જયપ્રકાશ પાંડેનો કોન્ટેકટ થતા તેઓને  મહીલા બહેનની વિગત જણાવતાં આ મહીલા ભુલી પડેલ હોય અને તેનો ભાઇ શ્યામ દયાળ ઓરવ, ખેડા જિલ્લાના તરાજ ગામે સેન્ટીંગ કામની મજુરી કરતો હોય જેથી તેના મોબાઇલ નંબર મેળવી તેમાં આ બહેનનો ફોટો મોકલી પુછતાં શ્યામ દયાળની સગી બહેન હોવાનું જણાવેલ

તે પોરબંદર પહોંચતા અને ફુલમતી ઉર્ફ તેતરી તેના ભાઇ શ્યામ દયાળ ઓરવને ઓળખી જતાં શ્યામ દયાળના આધાર પુરાવા મેળવી બંને ર્ંભાઇ-બહેનનો મીલાપ કરાવી પોરબંદર થી અમદાવાદ જતી બસમાં ટીકીટ-ભાડુ આપી બેસાડી રવાના કરેલ છે.ર્ં

આ કામગીરીમાં મીયાણી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર જી.બી. ગોહીલ સા.તથા જમાદાર વી.કે.જાડેજા તથા જમાદાર આર.એન.ઓડેદરા તથા  રાયદેભાઇ મુરુભાઇ તથા અરવિંદ કરશનભાઇ તથા શાંતીબેન બાબુભાઇ તથા ધર્મીષ્ઠાબેન ધનજીભાઇ જોડાયા હતા.

(11:43 am IST)