સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

મોણપરના સ્વામી રામતિર્થ સદ્દગુરૂ આશ્રમે કાલથી ભાગવત કથાઃ સંતો- મહંતોની ઉપસ્થિતિ

ચંદુદાદા જોષી કથાનું રસપાન કરાવશેઃ સંતવાણી- મહાપ્રસાદ

રાજકોટ,તા.૫:  મહુવા તાલુકાનાં બગદાણાધામ પાસે આવેલ મોણપર ગામે વિશ્વ વિભુતિ અવધુત પરમહંસ સ્વામી રામતિર્થ સદ્દગુરૂ આશ્રમે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન રામબાદશાહ ફોજના સ્થાપક સદ્દગુરૂ સ્વામીશ્રી ગિરેશ્વર ગિરિજી મહારાજનાં સાનિધ્યમાં બુધવારે તા.૬ના રોજ કરવામાં આવેલ છે. તેમાં સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત કથાકાર વકતાશ્રી ચંદુદાદા જોષી (કંટાસરગામ વાળા) કથા સ્થાને બિરાજી કથાનું દરરોજ રસપાન કરાવશે.

તા.૬નાં બપોરે ૩ વાગ્યે ધીરૂભાઈ મકવાણાનાં આંગણેથી સદ્દગુરૂ આશ્રમ સુધી પોથીયાત્રા થશે. કથા શ્રવણનો સમય સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩ થી ૫:૩૦ સુધીનો રહેશે. દરરોજ સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ ત્યારબાદ રાત્રીનાં ૯ વાગ્યે ભજનીકો દ્વારા સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

સત્સંગ પ્રવચનમાં આશ્રમનાં મહંત સદ્દગુરૂશ્રી ગિરેશ્વર ગિરિજી મહારાજ, મોણપરગામવાળા શ્રીસનતભાઈ મહેતા, સુરતથી દેવરાજબાપા, વિજપડીગામવાળા શ્રી જેન્તીગિરિબાપુ, રાજકોટથી ગુરૂમાં શ્રીજયામાં તેમજ શ્રી નિતીનભાઈ બારોટ પ્રવચન આપશે. તા.૧૨ને મંગળવારના રોજ વિશ્વવિભુતિ અવધુત પરમહંસ સ્વામી રામતિર્થ મહારાજની નિર્વાણતિથીનાં દિવસે ભાગવત સપ્તાહ કથાની પૂર્ણાહુતિ થશે.

આ પ્રસંગને સફળ બનાવવા સમસ્ત મોણપરગામ તેમજ રામબાદશાહ ફોજનાં સેવકો સેવા બજાવશે. આ અવસરનો લ્હાવો લેવા દરેક ધર્મનુરાગીને પરેશભાઈ સોલંકી મો.૯૯૭૯૦ ૬૪૧૪૦ ની વિનંતી કરી છે.

સ્થળઃ મુ.મોણપર ગામ, વિશ્વ વિભુતિ અવધુત પરમહંસ, સ્વામી રામતિર્થ આશ્રમ,  ડુંગરપુર રોડ, મોણપરા ગામ, તા.મહુવા, જી.ભાવનગર

(11:42 am IST)