સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

'વાંકાનેર મમ્મી પાસે જવાનું' કહી પોપટપરામાંથી નિકળેલો ૧પ વર્ષનો કિશન ઉર્ફે પીન્ટુ સિતાપરા લાપતા

પાંચ દિવસથી લાપતા તરૂણની ભાળ ન મળતા પરીવારજનોએ જાણ કરતા પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ, તા., ૫: પોપટપરામાં મોટાબાપુના ઘરે આવેલો ૧પ વર્ષનો તરૂણ પાંચ દિવસ પહેલા વાંકાનેર મમ્મી પાસે જવું છે કહી નીકળ્યા બાદ પરત ન આવતા પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ પોપટપરા મેઇન રોડ પર શેરી નં. ૧પ/૯ માં રહેતા શંકરભાઇ કરમશીભાઇ સીતાપરા (ઉ.વ.૬૮) કોળીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવયું છે કે પોતે છુટક મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. પોતાના નાનાભાઇ રાજુભાઇ સીતાપરાના વીસ વર્ષ પહેલા ભાવના સાથે લગ્ન થયા હતા તે હાલમાં મોરબી રહે છે. તેને સંતાનમા઼ ૧પ વર્ષનો પુત્ર કિશન ઉફેૃ પીન્ટુ અને ત્રણ પુત્રી છે. નાનાભાઇ રાજુભાઇની પત્ની ભાવના હાલમાં તેના ચાર બાળકો સાથે તેના વાંકાનેર જીનપરા શેરી નં. ૧૩ માં માવતરના ઘરે રહે છે. ગત તા. ૩૧-૧૦ના રોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે ભત્રીજો કિશન ઉર્ફેે પીન્ટુ (ઉ.વ. ૧પ) પોતાના ઘરે એકલો આવ્યો હતો. જેથી પોતે તેને પુછેલ કે કેમ રાજકોટ એકલો આવ્યો છો તારા ઘરે તો બધાને ખબર છે ને. જેથી તેણે કહેલ કે હું ઘરે બધાને પુછીને તમને બધાને મળવા માટે રાજકોટ આવ્યો છું. કહી એક રાત રોકાયા બાદ બીજા દિવસે સવારે મારે વાંકાનેર મારા મમ્મી પાસે જવું છે તેમ ઘરે કહી વાંકાનેર જવા નિકળી ગયો હતો. બાદ તા. રના રોજ નાનાભાઇની પત્ની ભાવનાબેન મારા ઘરે આવેલ અને પુત્ર કિશન ઉર્ફે પીન્ટુ બાબતે પુછતા તે ગુરૂવારે રાજકોટ આવ્યા બાદ શુક્રવારે સવારે વાંકાનેર જવું છે તેમ કહી નિકળ્યો હતો. તેમ વાત કરતા ભાવનાબેને તે ઘરે આવ્યો ન હોવાનું કહેતા પરીવારજનોએ કિશન ઉર્ર્ફ પીન્ટુન શોધખોળ આદરી હતી.

પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ બી.વી.બોરીસાગરે તરૂણના મોટાબાપુની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જો કોઇને આ તરૂણ જોવા મળે તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧- ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:40 am IST)