સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં ધર્મોત્સવનો વિરામ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં દેવળીયા રોડ ઉપર આવેલ શ્રી મહાકાળી આશ્રમે તા. ૨૯ને મંગળવારથી શરૂ થયેલ ધર્મોત્સવનો ગઈકાલે વિરામ થયો છે. પૂ. દયાનંદગીરીજી મહારાજ અને શિષ્ય લઘુમહંત શ્રી અમરગીરીબાપુના સાનિધ્યમાં કચ્છના શાસ્ત્રી પૂ. કશ્યપભાઈ જોશીના વ્યાસાસને શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ તથા વાંકાનેરના શાસ્ત્રી દર્શનભાઈ રાવલના આચાર્યપદે રૂદ્રયાગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હતા અને દર્શન તથા પૂજનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હતા. ગઈકાલે શ્રી શિવમહાપુરાણ કથાએ વિરામ લીધો હતો. વિરામના દિવસે જાણીતા ટૂર્સ ટ્રાવેલ્સવાળા અશ્વિનભાઈ દેસાઈ પરિવારે પોથીનો લાભ લીધો હતો અને કથા સ્થળથી મંદિર સુધી પોથીયાત્રાનુ પરિભ્રમણ થયુ હતું. આ તકે મામલતદાર વી.કે. સોલંકી, નાયબ મામલતદાર ભલજીભાઈ કણઝારીયા, અકિલાના જામનગરના બ્યુરો ચીફ મુકુંદભાઈ બદીયાણી, ફોટોગ્રાફર કિંજલભાઈ કારસરીયા સહિતનાનું સન્માન કરવામાં આવ્યુ હતું. ધર્મોત્સવને સફળ બનાવવા માટે પૂ. દયાનંદગીરીજી મહારાજ, પૂ. અમરગીરીજી મહારાજની આગેવાનીમાં સ્વયંસેવકોની ટીમે જહેમત ઉઠાવી હતી. ગાંધીનગરના મહેસુલ તપાસણી સચિવ આર.જે. માંકડીયા, કલેકટર જે.બી. પટેલ, અધિક કલેકટર કે.પી. જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખટાણા, નાયબ કલેકટર શ્રી ગંગાસિંગ, એસ.પી. ડો. કરણરાજ વાઘેલા, નાયબ કલેકટર એચ.જી. પટેલ, નિવૃત મામલતદાર લક્ષ્મીચંદભાઈ તાવીયાદ, પીજીવીસીએલના અધિકારી શ્રી વાસાણી, હળવદના પીએસઆઈ શ્રી પનારા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગજેરા, તલાટી મંત્રી યોગેશભાઈ સહિતની ટીમે પણ સહયોગ આપ્યો હતો.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(11:37 am IST)