સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

આદિપુરમાં બે મિત્રો વચ્ચે ગર્લફ્રેન્ડના મામલે બબાલ

ભુજ,તા.૫: આદિપુરના શિણાય ગામ નજીક કારમાં સાથે ફરવા ગયેલા બે મિત્રો ગર્લફ્રેન્ડના મુદ્દે આપસમાં બાખડી પડ્યા હતા. આ અંગે બન્ને મિત્રો પ્રકાશ રતિલાલ રાઠોડ (ઉ.૨૧) અને ભરત જેઠાલાલ પાતારીયા (ઉ.૧૭) એ એકબીજાએ પોતાને ઇજા પહોંચાડી હોવાની સામસામી ફરિયાદ લખાવી છે.

 આ બનાવ ગઈકાલે ભરત પાતારીયા સાથે કારમાં મુન્દ્રા તરફ જતી વેળાએ સામસામે આક્ષેપો દરમ્યાન થયો હોવાનું  જણાવાયું છે .પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:15 am IST)