સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

પોરબંદરથી 'મહા' વાવાઝોડુ ૬૦૦ કી.મી. દુરઃ ર નંબરનું સિગ્નલ યથાવત

ર૬ જવાનો સાથેની NDRFની ટુકડી આવીઃ દરીયાકાંઠાના ર૬ ગામોમાં સુરક્ષા નિરીક્ષણઃ મધદરીયામાં સવારે રપ થી ૩૦ કી.મી. ઝડપે પવન

 પોરબંદર તા. પ :.. 'મહા' વાવાઝોડુ આજે સવારની સ્થિતિએ પોરબંદરથી ૬૦૦ કી. મી. દુર છે બંદર કાંઠે ર નંબરનું સિગ્નલ યથાવત રાખેલ છે. પોરબંદર દરિયામાં આજે સવારે રપ થી ૩૦ કી. મી. ઝડપે પવન ફુંકાય છે.

પોરબંદર દરીયામાં 'મહા' વાવાઝોડાની  સંભાવનાના પગલે એનડીઆરએફની એક ટૂકડી આવી પહોંચી છે આ ટૂકડીમાં ર૬ જવાનો છે જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના ર૬ ગામોમાં સંભવીત વાવાઝોડાની સ્થિતીને પહોંચી  વળવા આજે સવારે સુરક્ષા નિરીક્ષણ કરી આગોતરા પગલા લેવાય રહ્યા છે તેમ ડીઝાસ્ટર મેનેજમેન્ટે જણાવેલ છે.

બંદરકાંઠે ર નંબરનું સિગ્નલ યથાવત રાખેલ છે. મધ દરીયામાં રપ થી ૩૦ કી. મી. ઝડપે પવન ફુંકાય છે. માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાય છે આજની સવારની સ્થિતિએ પોરબંદરથી ૬૦૦ કી. મી. દુર આસપાસ 'મહા' વાવાઝોડુ સ્થિત છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન રર સે.ગ્રે. ભેજ ૮૩ ટકા પવનની ગતિ સવારે પ કી. મી. તથા હવાનું દબાણ ૧૦૧૪.૧ એચ. પી.એ રહ્યું હતું.

(11:13 am IST)