News of Tuesday, 5th November 2019
'કચ્છમાં મહા વાવાઝોડાની અસર : નખત્રાણા,દેશલપર પંથકમાં ધોધમાર વરસાદ
અબડાસા પોણા 2 ઇંચ, ભચાઉમાં 1 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ
અમદાવાદ : મહા' વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી છે. વાવાઝોડાની અસરને પગલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. કચ્છના નખત્રાણા, દેશલપર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. તો આ તરફ પૂર્વ કચ્છના ભચાઉમાં પણ ધોધમાર વરસાદના અહેવાલો છે.
આ સિવાય જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાની અસર જોવા મળી છે અને કેટલાક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અબડાસા પોણા 2 ઇંચ, ભચાઉમાં 1 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહા વાવાઝોડાની અસરના પગલે વરસાદ વરસ્યો હતો.
(9:10 am IST)