સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

મહા વાવાઝોડાના કારણે ગીર સોમનાથ જિલ્લાના 52 ગામોને એલર્ટ કરાયા : લોકોનું કરાશે સ્થળાંતર

લોકોને દરિયાકિનારે નહિ જવા સૂચના : બોટોને સલામત સ્થળે લાંગરવા તાકીદ

ગીરસોમનાથ જીલ્લા વીહીવટી તંત્રએ મહાવાવાઝોડા સામે લોકોને મદદ રૂપ થવા જીલ્લાભરના તમામ અધીકારીઓની મીટીંગ બોલાવી. સંભવીત મહા ત્રાટકેતો શક્ય ઝડપે લોકોને મદદરૂપ થવા અપાયું માર્ગદર્શન. ગીર સોમનાથના 52 ગામો પર તોલાય રહ્યો છે

અરબ સાગરમાં સર્જાયેલ મહા વાવાઝોડું સંભવત તા.6ના રોજ ગીરસોમનાથના દરીયા કીનારે સ્પર્શવાની શક્યતાને ધ્યાને લઈ આજે ઈણાજ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટીંગ મળી હતી.ઈન્ચાર્જ જીલ્લા કલેક્ટર ધરમેન્દ્ર રહેવારની અધ્યક્ષતામાં સરકારના વીવીધ ભાગો જેમાં જીલ્લા ભરના અધીક કલેક્ટરો પાલીકા આરોગ્ય વીજ વીભાગ ટેલીફોન પોલીસ પોર્ટ ફીસરીસ વગેરે તેમામ વીભાગના અધીકારીઓ મીટીંગમાં હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ વીભાગોને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકોને મદદરૂપ થવા આદેશ કર્યા હતા. આગામી તા. 6 ના સંભવીત મહા ચક્રવાત આવે ભારે વરસાદઆવે તો ઘટનાઓને પહોચી વળવા તમામને જરૂરી સુચના આપી હતી.

તા. 6 ના સંભવીત મહા વાવાઝોડા સામે તંત્રની તૈયારી માટે આજે જીલ્લાના અધીકારીઓની મીટીંગ બોલાવી હતી. જાનમાલની અને મીલ્કતની સલામતી ત્વરીત ગતીએ થાય તે ગત વાયુ વાવાઝોડાના અનુભવો તેમાં પણ જરૂરી સુધારા સાથે તૈયારી કરાય છે. 52 ગામો દરીયા કીનારા નજીકનાને સાવચેત કરાયા છે. જરૂર જણાયે એનડીઆરએફની ટીમની મદદ લેવાશે જરૂર જણાશે તેમ લોકોનું સ્થળાંત્તર કરાશે સાથે મોટાભા ની બોટો સલામત નજીકના બંદરોએ પાર્ક કરાય છે. સોમનાથ આવતાં ટુરીસ્ટો પોતાનો પ્રવાસ મુલતવે તેવી અપીલ છે મગફળીની ખરીદી પણ તા.15 સુધી બંધ કરાયેલ છે તો લોકો એ દરીયા કીનારા થી દુર રહેવા અપીલ કરાય છે.

(12:03 am IST)