સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th November 2018

મોરબીની સિવિલ કોર્ટમાં થયેલ દાવો રદ કરવાની અરજીને રદ કરતી કોર્ટ

મોરબી, તા. પ : મોરબીના સિવિલ જજ શ્રી પટેલે રેગ્યુ.દિ. દાવા નાં. ૧૧૧/ર૦૧ર ના કામે પ્રતિવાદીનીઓ. -૭ રૂલ-૧૧ મુજબ વાદીનો દાવો રીજેકટ/દિ. રદ કરવાની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

મોરબીના સીવિલ જજ પટેલની કોર્ટમાં ચાલતા રેગ્યુ. દિવાની દાવાના નાં. ૧૧૧/ર૦૧ર ના કામે વાદી મનિષાબેન દેવીનંદન આદ્રોજા પટેલ તથા ગુજ. માણેકબેન દેવજીભાઇ આદ્રોજાના વારસ પુત્ર દેવીનંદન જાદવજીભાઇ આદ્રોજા પટેલ રહે. મુ. લાલપર, તા.જી. મોરબી વાળાએ પ્રતિવાદી ગુજ. મગનભાઇ આયદાનભાઇ જીલરીયાના વારસો વિ. રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા સામે 'પ્રતિવાદી જોગ ઉભો કરાવેલ કહેવાતો રજી.વે.દ. અનુ નંબર પ૪૦૬ તા. ૪-૭-ર૦૦૬નો દસ્તાવેજ વ્યવહાર અને તે અન્વયેની રેવન્યુ નોંધો અનધિકૃત રદ બાતલ, બિનો અમલી બિનઅસરકર્તા, નલ એન્ડ વોડ ઠરાવી આપવા તથા વિજ્ઞાપન કાયમી મનાઇ હુકમ તથા કબજો મળવા અંગેનો દાવો કરેલો હતો.

વાદી તરફે રોકાયેલ વકીલ શ્રી પી.ડી. માનસેતા ગુજરાત હાઇકોર્ટની દલીલના સમર્થનમાં ગુજરાત હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયા તેમજ અન્ય હાઇકોર્ટોના આ કામે વાદીને સમર્થનમાં કરતા ચૂકાદાઓ રજૂ રાખેલા જે ચુકાદાઓ તેમજ દલીલ ધ્યાને વંચાણે લઇને પ્રતિવાદી તરફે સી.પી.સી.ઓ. ૭ રૂલ ૧૧ની આંક ૪પ ની પ્રતિવાદીની અરજી નામંજુર કરતો ઓર્ડર/હુકમ ખુલ્લી અદાલતમાં તા. ર૯/૧૦/ર૦૧૮ રોજ કરેલો છે.

આ કામે વાદી મનિષા દેવીનદન આદ્રોજા પટેલ તરફે ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી.ડી. માનસેતા રોકાયેલા છે.

(12:32 pm IST)