સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th November 2018

સુરેન્દ્રનગરના મહિલા એએસઆઇ દ્વારા પાટણના પીએસઆઇ ડામોર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ

લગ્નની લાલચ આપીને ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ ગુજાર્યો : પોલીસ બેડામાં ચકચાર

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની ASI મહિલા પોલીસે પાટણના PSI આશિષકુમાર ડામોર સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.

  મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ASI તરીકે ફરજ બજાવતી યુવતીએ પાટણના PSI આશિષકુમાર સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.મહિલા પોલીસનો આરોપ છે કે આશિષકુમારે પોતે અપરણિત હોવાનું કહી લગ્નની લાલચ આપી સુરેન્દ્રનગરના ગેસ્ટ હાઉસમાં જઈને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે હાલ તો આ અંગે ASI મહિલા પોલીસે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:54 pm IST)