સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

મોરબીમાં દુર્ગાપૂજા મહોત્સવમાં સિંદુર ખેલા વિધિ સાથે માતાજીની પૂજા, ભાવપૂર્વક વિસર્જન કરાયું.

સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દુર્ગાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં આજે સિંદુર ખેલા વિધિ કરી માતાજીની પૂજા કરવામાં આવી હતી અને આજે માતાજીની મૂર્તિને વિદાય આપી નદીમાં પ્રતિમાનું વિસર્જન કર્યું હતું

મોરબીના લખધીરવાસમાં વસતા બંગાળી પરિવાર દ્વારા દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં વસતા બંગાળી પરિવારો છઠ્ઠા નોરતાથી માતાજીની સ્થાપના કરી દુર્ગાપૂજા કરે છે અને દશમના દિવસે આજે સિંદુર ખેલા વિધિ કરી માતાજીની પ્રતિમાની પૂજા કરી હતી અને બાદમાં માતાજીને ભાવભેર વિદાઈ આપી હતી પાંચ દિવસ સુધી માતાજીના પૂજન અર્ચન કરી આજે બંગાળી પરિવાર દ્વારા આરટીઓ પાસે મચ્છુ નદીમાં માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બંગાળી પરિવારો જોડાયા હતા.

 

(10:39 pm IST)