સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

ભાણવડ - કલ્યાણપુર પંથકમાં અપમૃત્યુના બે બનાવ : કેરોસીન છાંટીને સળગી ગયેલી યુવતીનું મૃત્યુ

માનપરના યુવાને દવા પીને જિંદગી ટૂંકાવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૫ : કલ્યાણપુરમાં રહેતી બીનાબેન વિજયભાઈ પીઠવા નામની ૨૪ વર્ષની લુહાર યુવતીઍ સોમવારે ઢળતી સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર પોતાના હાથે પોતાના શરીરને કેરોસીન છાંટી, દીવાસળી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જવાના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા વિજયભાઈ ધરમશીભાઈ પીઠવાઍ કલ્યાણપુર પોલીસને કરી છે.

 ભાણવડ તાબેના માનપર ગામે રહેતા વલ્લભભાઈ ગોકુલભાઈ વરુ નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

 બાઇક આડે ભેંસ ઉતરતા

ચાલકનું મૃત્યુ

  પીર લાખાસર ગામે રહેતા અસગર ઈશાકભાઈ દેથા નામના ૨૫  પોતાના જીજે ૩૭ ઍફ ૯૧૨૯ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્ના હતા, ત્યારે તેમના મોટર સાયકલ આડે ભેંસ ઉતરતા બાઈક ચાલક અસગરભાઈઍ બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હુસેનભાઈ ઈશાકભાઈ દેથા (ઉ.વ. ૩૫) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે  અસગર દેથા સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

  બે સ્થળોઍ જુગાર દરોડામાં ૯  ઝડપાયા ઃ ચાર ફરાર

ખંભાળિયાથી આશરે ૨૧ કિલોમીટર ખજુરિયા ગામની સીમા સ્થાનિક પોલીસઍ જુગાર દરોડો પાડી, તીનપતિ નામનો જુગાર રમી રહેલા વેજાણંદ રામભાઈ ગોરીયા, ભીમા વજશી ડાંગર અને અરસી રામભાઈ ગોરીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન દવુ ચંદ્રવાડીયા, દેવશી ચંદ્રવાડીયા, દેવાત નંદાણીયા અને કિશોર બોઘા ગોજીયા નામના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.  અન્ય ઍક દરોડામાં ભાણવડ પોલીસે રૂપામોરા ગામની સીમમાં જુગાર રમી રહેલા કેસુ જેસા કરથિયા, વશરામ હમીર કરથિયા, પરસોતમ અરશી નનેરા, માલદે ભોજા પિપરોતર, ગોવા હરજી સોલંકી અને ભરત મેસુર મેથાણીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૩૦,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(1:48 pm IST)