સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ડ્રગ્સ જેવી ગેરકાયદે પ્રવૃતી ઉપર પોલીસની બાજ નજરઃ સંદીપસિંઘ

બેટ દ્વારકામાં દબાણ હટાવ કામગીરી ઍ સરકારનું સુરક્ષાની દ્રષ્ટીઍ અગત્યનું પગલુંઃ રેન્જ આઇજી બેટ દ્વારકાની મુલાકાતે

(કૌશલ સવજાણી દ્વાર) ખંભાળીયા, ત., પઃ દેવભુમી દ્વારકા જીલ્લાના બેટ દ્વારકા ખાતે આજે છેલ્લા પાંચ દિવસથી દબાણ હટાવો અોપરેશન ચાલે છે જે અંગે ખાસ મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર રેîજ આઇજી શ્રી સંદીપસિંહે ઍક ખાસ મુલાકાતમાં પત્રકારોને માહીતી આપી હતી.

તેમણે જણાવેલ કે યાત્રાધામ બેટમાં જેટલી ગેરકાયદેમિલ્કતો-બાંધકામ છે તે દુર કરવા માટે સરકાર કટીબધ્ધ છે. તથા સુરક્ષાની દ્રષ્ટિઍ આ સરકારનું અગત્યનું પગલું છે.

ગઇકાલ સુધીમાં છ કરોડ રૂપીયાની કિંમતના દબાણો દુર થયા છે ત્યારે આ દબાણો કરવા માટે બાંધકામ કરવા માટે આ આસામીઅો પાસે કયાંથી પૈસા આવ્યા ? દબાણો કરાવવામાં કોનો હાથ છે? કઇ સંસ્થા તેની પાછળ કામ કરે છે? પડોશી દેશ સાથે તેમના સંબંધો છે કે કેમ? તેના તમામ પાસાઅોની તપાસ થશે તથા કોઇ પણ પાસા મની ટ્રન્સફર મની લોન્ડીરીંગ પીઍફઆઇ સાથે કનેકશન કે અન્ય આતંકી સંસ્થા સાથે સંગઠનઍ તમામ બાબતે ઉંડી તપાસ થશે જેની કાર્યવાહી ડીમોલીશનની સાથે જ ઉંડી અને સઘન રીતે થઇ રહી છે.

સંદીપસિંઘે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે ચાલતા ગેરકાયદેસર ડ્રગ્સ જેવી પ્રવૃતીઅો ઉપર પોલીસની બાજ નજર છે અને આવી અનેકવિધ પ્રવૃતિઅો તથા સરકારી જમીનો ઉપર થયેલ દબાણ અંગે મોજણી કર્યા બાદ બેટ દ્વારકામાં કોર્મશીયલ રહેણાંક અને ઍક લાખ ચોરસ ફુટમાં દબાણો હટાવતા જયાં સુધી તંત્રની નજરમાં આવા દબાણો હશે તેને દુર કરીને જ કામગીરી બંધ થશે.

દેશની સુરક્ષાના અતિ સંવેદનશીલ બેટ દ્વારકામાં રૂ. પાંચ કરોડની જમીન ઉપર થયેલ દબાણ ખાલી કરવામાં આવ્યું છે. આઇજીઍ સમગ્ર પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવીને અભિનંદન પણ આપ્યા હતા.  બેટ દ્વારકાના આ અોપરેશન બાબતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષઍ પણ કૃષ્ણભુમીની નોîધ લીધી છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીઍ પણ તંત્રને અભિનંદન પાઠવી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેવા શબ્દો સાથે દબાણો દુર થયાનો આનંદ વ્યકત કર્યો છે.

(1:45 pm IST)