સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

જુનાગઢમાં દશેરાની ઉજવણીઃ સાંજે રાવણ દહન અને શસ્ત્ર પુજન

વિજયાદશમીને લઇ મિઠાઇ ફરસાણની દુકાનોમાં ભીડ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ તા. પ :  જુનાગઢમાં સવારથી ધર્મોલ્લાસ સાથે દશેરાની ઉજવણી થઇ રહી છે. સાંજે રાવણ દહન તેમજ શસ્ત્રપુજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

માતાજીના નોરતા પુર્ણ થતા આજે સવારથી વિજયા દશમીનું પર્વ મનાવવામાં આવી રહયુ છે. આજના દશેરાના તહેવારને લઇને જુનાગઢમાં સવારથી મીઠાઇ ફરસાણની દુકાનો ખાતે ભારે ભીડ જાવામળી રહી છે.

ભાવમાં થોડો ઘણો વધારો થવા છતા લોકો મોîઘવારી ભુલીને મીઠાઇ ફરસાણની ખરીદી કરી રહયા છે.

દરમિયાન જુનાગઢના મયારામજી આશ્રમ ખાતે આજે સાંજે ૬ કલાકે હરિ અોમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩પ ફૂટના રાવણનું દહન કરવામાં આવશે.

રાવણ દહન અગાઉ શોભાયાત્રા નીકળશે અને બાદમાં ભગવાન શ્રી રામ તથા વિભીષણ વચ્ચે સંવાદ થશે. ત્યારદબાદ રપ હજાર ફટાકડા સાથે રાવણનું દહન કરવામાં આવશે.

આજના દશેરાના પાવન પર્વને લઇ રાજપુત યુવા સંઘ જુનાગઢ દ્વારા સાંજે ૪ કલાકે શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ રાજપુત સમાજ ખાતે શસ્ત્રપુજનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પરંપરાગત શસ્ત્રો સહિતનાં હથિયારોની શાસ્ત્રોકતવિધિ મુજબ પુજાવિધી કરવામાં આવશે. 

(1:44 pm IST)