આટકોટમાં પંચાયત ગૌચર જમીન પરની નોટીસબોર્ડની ઉઠાંતરી
આટકોટ : આટકોટમાં પંચાયત ગૌચર જમીન પર માટી મોરમ ચોરી લગાવેલી બંને નોટીસ બોર્ડ કોઈ ઉપાડી ગયું. આટકોટ ગૌચરની જગ્યા પર ભૂમાફિયા દ્વારા માટી મોરમ ચોરી કરનાર સામે પંચાયત દ્વારા નોટિસ બોર્ડ મારવામાં આવ્યું હતું પણ ભુમાફીયા આ બોર્ડ લગાવ્યું હતું તે ઉખાડી ફેંકી દીધું બોર્ડ ઉપાડી નાખ્યું અને ચોરી ગયા માટી મોરમ ચોરી અટકાવવા માટે બોડ માર્યું હતું ટીડીઓ પણ ધટના સ્થળે તપાસ કરી હતી તેમજ ખાણ ખનીજ શાખા પણ તપાસ હાથ ધરી હતી પણ બોડ કોઈ રાત્રે ઉઠાવી ગયું હતું હવે પંચાયત આ મામલે શું પગલાં ભરશે બંને જગ્યાએ નોટિસ બોર્ડ ગાયબ થઈ ગયાં હતાં ભૂમાફિયા ને આ નોટીસ નહીં ગમી હોય અને ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે માટી ચોરી ચાલતી હતી ત્યારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતા અધીકારીઓને ધટના સ્થળે દોડી ગયા અને તપાસ હાથ ધરી હતી હવે પંચાયત શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું હવે ખાણખનીજ વિભાગ પણ તપાસ કરી રહી છે.( તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)