લીંબડી રેલ્વે સ્ટેશને ટ્રેન જોઇને પ્રેમિકાએ હાથ છોડી દીધોઃ પ્રેમીનું મોત
વઢવાણ, તા.પઃ લીંબડી રેલવે સ્ટેશનથી નેશનલ હાઈવેના પુલ વચ્ચે પ્રેમીપંખિડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં બલદાણાના યુવકને માથામાં ઈજા થતાં મોત નીપજયું હતું જયારે સગીરાનો બચાવ થયો હતો. વઢવાણ તાલુકાના બલદાણા ગામનો જેકી ઉર્ફે નરેશભાઈ હેમંતભાઈ સોલંકી અને લીંબડી બી. એ. કન્યા વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરા વચ્ચે પ્રેમ થયો હતો.ઙ્ગ
મંગળવારે જેકી અને સગીરાએ લીંબડી નેશનલ હાઈવે ઉપર રેલવે પુલ નીચે મળવાનું નક્કી કર્યું હતું. સગીરા શાળાનો અભ્યાસ છોડી સ્થળ પર પહોંચી હતી, જયાં બન્નેએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો અને માલગાડી સામે હાથ જોડી ઊભાં હતાં. માલગાડી પાસે આવતા સગીરાએ પ્રેમીનો હાથ છોડી દીધો હતો અને જેકીને માથાના ભાગે ગંભીર ઈજા પંહોચતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું જયારે સગીરાને માથાના ભાગે મામૂલી ઈજા પહોંચી હતી. તાત્કાલીક ઘટનાની જાણ થતાં લીંબડી રેલવે પોલીસ હેડ.કો હળદેવસિંહ ઝાલા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સગીરાને ૧૦૮ વાનને બોલાવી સારવાર માટે અને પ્રેમી યુવક જેકી ઉર્ફે નરેશભાઈ સોલંકીને પી.એમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.