News of Thursday, 5th September 2019
અમરેલીના નાના માચીયાળામાં ઉલ્ટી ગંગાઃ પત્નીના ત્રાસથી પતિએ ઝેર પીધુઃ ગંભીર
અમરેલી, તા. ૫ :. અમરેલી પંથકના નાના માચીયાળામાં ઉલ્ટી ગંગા જેવી ઘટના બની હતી. જેમાં પત્નીના ત્રાસથી પતી ઝેરી દવા પી ગયો હતો.
બનાવની વિગતોમાં નાના માચીયાળામાં રહેતા શૈલેષપરી રેવાપરી ગૌસ્વામીનો પુત્ર ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવીલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના પોલીસે નિવેદન નોંધતા શૈલેષભાઈએ પોતાનો પુત્ર તેની પત્નીના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી ગયાનું જણાવ્યુ હતુ. આ ઘટનાથી ભારે ચકચાર જાગી છે.
(1:02 pm IST)