સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th September 2019

ગોંડલમાં ભગવતપરા કા રાજા માં મોદક યજ્ઞ

ગોંડલ ખાતે ભગવતપરા ખાતે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભી તેમજ ડાભી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આયોજીત ભગવતપરા કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે ૧૦૦૮ મોદક યજ્ઞ યોજાયો હતો. ધર્મોત્સવમાં ચંદુભાઇ ડાભી, જયસુખભાઇ વઘાસીયા સદસ્ય નગરપાલિકા, કૃષ્ણસિંહ ઝાલા, રાજુભાઇ મહેતા સહિત યજ્ઞ કરી પૂજા અર્ચના કરેલ હતી. (તસ્વીર-અહેવાલ : જયસ્વાલ ન્યૂઝ-ગોંડલ)

(11:35 am IST)