સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

જામનગરમાં બિરબલની ખીચડી પકવવા માટેનો કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ : ખેડૂતો મુદ્દે રાજય સરકાર સામે આક્રોશ

જામનગરઃ કોંગ્રેસ દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોના પ્રશ્ને વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડ બહાર કોંગ્રેસના મહિલા અગ્રણીઓએ નાટક રચીને બીરબલની ખીચડી પકવવા માટે આશ્ચર્ય સર્જતુ નાટક ભજવી આગથી ઉપર ખીચડી નથી પાકતી તેમ ખેડૂતોને સહાય અને સરકારી લાભો પણ નથી મળતા તેમ જણાવી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો યાર્ડમાં પ્રવેશતા જ કોંગ્રેસી ધારાસભ્યો અને અગ્રણીઓ તેમજ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર, અહેવાલ : મુકુંદ બદિયાણી)

(12:53 pm IST)