કચ્છમાં પોણા ત્રણ લાખનો દારૂ ઝડપાયો
ભુજ, તા., ૫: મહા નીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિકારી કે.જી.ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ. ડી.એમ.ઝાલાની સુચના મુજબ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી./ જુગારની બદલી નેસ્તનાબુદ કરવા પ્રોહી./ જુગારની ડ્રાઇવ રાખી કડક અમલવારી કરવા સુચના આપેલ હોઇ.
જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે.ગોહીલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ચેક પોસ્ટ પાસે પાઇલોટ કાર તરીકે મારૂતી કંપનીની સ્વીફટ કાર રજી.નં. જીજે. ર બીપી ૧૬પ૧ વાળી સાથે હીન્દ્રા કંપનીના પીકઅપ ડાલાના રજીનં. જીજે ૮ વી ૪૦૮૮ વાળામાંથી વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાઇ જનાર આરોપી (૧) મનોહર કિશનલાલ બિશ્નોઇ ઉ.વ.૩ર રહે. ગામ પાલડી (ર) દિનેશકુમાર નારણારામ બિશ્નોઇ ઉ.વ.ર૭ રહે. ગામ ડાંગરા (૩) કમલેશ ભૈરારામ બિશ્નોઇ ઉ.વ.રર રહે. ગામ હરીવાલી તા.સાંચોર જી.ઝાલોદ (રાજસ્થાન)છે અને (૧) રૂડારામ રહે.જેતડા તા.લાખણી જી.બનાસકાંઠા (ઇંગ્લીશ દારૂ ભરી મોકલનાર) અને ઇંગ્લીશ દારૂ મંગાવનાર ફરાર થયા છે.
કબજે કરેલ મુદામાલમાં મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હીસ્કી કાચની ૭પ૦ એમ.એલ.ની શીલબંધ બોટલો એક બોટલની કિ. રૂ. ૩.૭પ લેખે ૭ર૦ રૂ. ર,૭૦,૦૦૦, મહીન્દ્રા કંપનીનું ડાલુ પ,૦૦,૦૦૦, સ્વીફટ કાર પ,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૪ ૧પ,પ૦૦ મળી કુલ રૂ. ૧ર,૮પ,પ૦૦નો મુદામાલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહીલ તથા પો.હેડ કોન્સ. ધ્રુવદેવસિંહ પી.ઝાલા, પો.કોન્સ. દલસંગજી ડાભી તથા હકુમતસિંહ જાડેજા તથા વિષ્ણુદાન ગઢવી તથા ભરતજી વદનજી ઠાકોર તથા ગાંડાભાઇ ચૌધરી તથા રાકેશભાભાઇ ચૌધરી તથા નિકુલભાઇ ગોહીલ વિગેરેનાઓ સાથે
રહેલ.