સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

ધોરાજી, કોઠારિયા, કોટડાસાંગાણી અને ગોંડલ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે કાર્યક્રમો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ

રાજકોટ તા. ૫ : રાજકોટ જિલ્લાના ધોરાજી, કોઠારિયા, કોટડાસાંગાણી અને ગોંડલ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્ત્।ે કાર્યક્રમો યોજાશે. જેમાં ધોરાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, કોઠારિયા ખાતે ગામે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમો યોજાયા હતા.

આ તકે મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વિતરણ કરાયું હતું. ગાય નિભાવ યોજનાના, તારની વાડ યોજનાના, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજનાના અને પાંચ એફપીઓને મંજૂરીપત્રો/હુકમોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે કિસાન પરિવહન યોજનાના દસ વાહનોનું ફલેગઓફ પણ કરાયું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ પણ કરાયું હતું.

(10:24 am IST)