સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th August 2020

રાજકોટ જિલ્લામાં વધુ નવા ૧૦ કેસ પોઝિટિવ જાહેર એન્ટીજન ટેસ્ટ નગરપાલિકા ઉપરાંત ગામડામાં લેવાનું શરૂ

ઉપલેટા - જેતપુર - રાજકોટના કુવાડવા - જસદણ - કોટડા - ગોંડલમાં કેસો નીકળી પડયા : વેન્ટીલેટર - સ્ટાફ પૂરતા છે : દર્દીઓ આવી રહ્યા છે પરંતુ મેનેજબલ છે : હાલ કોઇ વાંધો નથી : ડોકટરોનું મંતવ્ય

રાજકોટ તા. ૫ : રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી સૂત્રોએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વધુ ૧૦ નવા કેસ કોરોના પોઝિટિવના આવ્યા છે.

આજે કેસો આવ્યા તેમાં ઉપલેટા-૧, જેતપુર-૩, રાજકોટના કુવાડવામાં-૧, જસદણ-૧, કોટડાસાંગાણી-૧, ગોંડલમાં-૩ કેસો નોંધાયા છે.

કોરોના ધીમો પડયો કે કેમ, તે અંગે ડોકટર સૂત્રોએ જણાવેલ કે હજુ કંઇ કહી શકાય નહી, પરંતુ નવા દર્દીઓ આવી રહ્યા છે, તે સામે તંત્ર સક્ષમ છે, હજુ વાંધો આવે તેમ નથી, બધુ મેનેજેબલ છે, પૂરતો મેડીકલ સ્ટાફ, બેડ, વેન્ટીલેટર છે, હાલ કોઇ મુશ્કેલી નથી.  એન્ટીજન ટેસ્ટ અંગે તેમણે જણાવેલ કે આ ટેસ્ટ રોજેરોજ લેવાઇ રહ્યા છે, નગરપાલિકા ઉપરાંત ગ્રામ્ય લેવલે પણ શરૂ કરાયું છે. જોકે, નગરપાલિકા વિસ્તારમાં પહેલી પ્રાયોરીટી અપાઇ રહી છે.

(2:46 pm IST)