હળવદના રાણેકપરમાં ચોરી કરવા આવેલા મહિલા અને પુરૂષને પુરી દીધા : એક નાશી છૂટ્યો
હળવદ તા. ૫ : હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ મશરૂભાઈની વાડીએ આજે કોઈ ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને વાડીમાં રહેલ મકાનમાં હાથફેરો કરી રહ્યા હતા. તે વેળાએ વાડીમાં કામ કરતા ખેડૂત આવી જતા એક નાસી છુટ્યો હતો. જયારે એક મહિલા અને પુરુષને મકાનનો દરવાજો બંધ કરી ઝડપી લીધા હતા.
આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળા વાડી ખાતે ઉમટી પડ્યા હતા. જો કે આ બનાવની જાણ હળવદ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી, આ મહિલા અને પુરુષ ને હળવદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
જો કે સાચી હકીકત તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. તસ્કરો મકાનમાં હાથફેરો કરતા હતા. તે વેળાએ ખેડૂત આવી જતા એક શખ્સ નાસી છુટયો હતો. જયારે બે ઝડપાઈ ગયા હતા. જો કે જે શખ્સ નાસી છૂટયો છે. તે બે લકી, એક મંગળસૂત્ર અને એક નાકનો દાણો લઈ ગયો હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે.(