ગોંડલમાં મહિલા સંચાલીત જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ મહિલા પકડાઇ
રાજકોટ તા. પઃ ગોંડલમાં કૈલાસબાગમાં મહિલા સંચાલીત જુગારના હાટડા ઉપર સીટી પોલીસે રેઇડ કરી જુગાર રમતી ૬ મહિલાઓને ઝડપી લીધી હતી.
પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ કૈલાસ બાગ શેરી નં. ૧ માં રહેતી ગીતાબેન સંજયભાઇ ઉર્ફે શૈલેષભાઇ આંદીપરાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા એએસઆઇ રીનાબેન માલવીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક ગીતાબેન, ક્રિષ્નાબા દિલાવરસિંહ ઝાલા રે. રઘુવીર સોસાયટી કોટડા રોડ ગોંડલ માલાબેન મયુરભાઇ દોશી રે. પંચનાથ મહાદેવ મંદિર પાસે ગોંડલ, શીલુબેન રામજીભાઇ પટેલ રે. ગણેશનગર ગોંડલ, ઉર્મીલાબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા રે. કોઠારીયા ગામ તથા વર્ષાબેન હરકાંતભાઇ જોષી રે. ભવનાથ સોસાયટી-ર ગોંડલને રોકડા રૂ. ૬૮,૯૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.