સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th August 2020

કેશોદના નાની ઘંસારી ગામે રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઇ સાશ્ત્રોકત વિધી અનુસાર યોજાઇ

કેશોદ,તા.૫: શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા નામે ઉજવવામાં આવેછે રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધેછે.ભુદેવો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખેછે નવી જનોઈ ધારણ કરે છે.શ્રાવણી પુનમને નાળીયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવેછે અને સાગર ખેડુતોઙ્ગ પુજન કરેછે તેમજ ભળભદ્રનું હથીયાર હળ જે ખેડુતોનું ખેતિનું સાધનછે વર્ષો પહેલા ખેડુતો હળ દ્વારા ખેતી કરતા જેથી ખેડુતો દ્વારા હળની પુજા કરવામાં આવતી પણ ધીમેધીમે આધૂનીક જમાનો આવતા ખેત સાધનોમાં પણ આધુનિકતા આવતા આજે હળ મોટાભાગે લુપ્ત થઇ ગયુછે.

રક્ષાબંધનના દિવસે વર્ષોની પરંપરાગત હૈળી પુજન કરવામાં અમુક ગામોમાં વંશ પરંપરાગત હૈળી જીતવાની સ્પર્ધા યથાવત રાખીછે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે હાલમાં પણ રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ યોજવામાં આવેછે જેમાં ખેડુતના ખેતીના સાધનરૂપી હળ બનાવવામાં આવેછે જેની હાલમાં ભુદેવ જીતુભાઈ વ્યાસ દ્વારા સાશ્ત્રોકત વિધી અનુસાર પુજા કરાવવામાં આવેછે અષાઢ શ્રાવણ ભાદરવો આસો એમ ચોમાસાના ચાર મહીના મુજબ ચાર કુંભની પુજા અને હૈળીને ચાર પ્રદક્ષીણા કરવામાં આવેછે. પુજા પુર્ણ થયા બાદ બળેવીયા દોડવાની હરીફાઈ યોજવામાં આવેછે જેમાં વિજેતાને હૈળી (હળ) ઈનામરૂપે આપવામાં આવેછે. જે વર્ષોની પરંપરા નાની ઘંસારી ગ્રામજનોએ હાલમાં પણ જાળવી રાખી દર વર્ષે હૈળી જીતવાની સ્પર્ધા યોજવામાં આવેછે. આ હૈળુ સ્પર્ધા પ્રસંગે સરપંચ રામભાઈ હડિયા તથા ગ્રામજનો ઉપસ્થિતઙ્ગ રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરેલ હતા.(

(11:34 am IST)