ઉપલેટામાં બે પોલીસ દ્વારા મારમારી : ૧૧ હજારની લૂંટ
ઉપલેટા,તા.પ : અહિંયા નાગનાથ ચોકમા આવેલ કોળીવાડા વિસ્તારમાં આહિર યુવાનને પોલીસ કર્મચારી દ્વારાગત તા. ૨-૮- ના ખેતર રૂ. ૧૧ હજાર લંુટીને મારમારી ને જાનથી મારી, ખોટા ગુના માં ફીટ કરવાની ધમકી આપેલ છે. તેવી ફરીયાદ કરેલ છે.
આહિર ભરતભાઈ દેવાયતભાઈ બારેયા એ તેમની ફરીયાદમાં જણાવેલ છે,કે મોટર સાયકલ નંબર જી.જે.૦૩ એલ. ૧૬૭ લઈને ખેતર જતો હતો ત્યારે વરસાદ આવતા કેનાલ પાસે ઉભો હતો. તે દરમ્યાન ઉપલેટા પોલીસમાં ફરજ બજાવતા દિનેશભાઈ ગોંડલીયા તથા જયંતીભાઈ મજેઠીયા એ તેમના મોટર સાયકલ મારી પાસે ઉભુ રાખેલ અને કહેલ કે અહિંયા જુગાર કયા ચાલુ છે. તે બતાવ તથા ખિસ્સા ચેક કરેલ હતા. ખિસ્સામાંથી મોબાઈલ લીધો હતો ત્યાર બાદ મોટર સાયકલની ડેકી ખોલી તેમા પડેલ રૂ. ૧૧ હજાર રોકડા જે મગફળીના ખેતરમાં દવા માટે ઘરેથી લીધા હતા પરંતુ બજાર બંધ હોય તેથી ખરીદી થયેલ ન હતી આ રકમની લંૂટ કરીને મને ધમકી આપેલ જો કોઈને વાત કરી તો ખોટા ગુનામા ફીટ કરી દઇશું તેવી ધમકી આપેલ છે.
આ બાબતની ઉપલેટા પોલીસમાં તા.૩-૮ ના રોજ એક અરજી દ્વારા ફરીયાદ કરેલ છે. આરોપી સામે પગલા ભરવાની માંગણી કરેલ છે.