સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ:નદીઓમાં ઘોડાપુર : ઢસા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા

કુલ 11 ગામને આવરી લેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા દર્દ્દીઓને ભારે હાલાકી

બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર  આવ્યાં છે ત્યારે ઢસા ગામમાં પાણી ભરાઈ ગયાં છે. ગામમાં ઠેર ઠેર પાણી ભરાવાની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયાં છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરના નિવેદન મુજબ 11 ગામોને આવરી લેતું છે આ આરોગ્ય કેન્દ્ર છે. આરોગ્ય કેન્દ્ર નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય અને પાણીનો નિકાલ ન હોય દર્દીઓને મુશ્કેલી પડી રહી છે

(11:41 pm IST)