સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

પોરબંદર ઝૂરી બાગ કોળી સમાજ દ્વારા રામદેવજી પ્રભુનો ધ્‍વજારોહણ મહોત્‍સવ યોજાયોઃ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

પોરબંદર તા. પ :.. ઝૂરીબાગ કોળી સેવા સમાજ દ્વારા અષાઢી બીજે શ્રી રામદેવજી મહારાજનો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩પ૦ જેટલા તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવેલ હતું. સંતો, સાધુ, મહંતો એન સમાજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતી  રહી હતી.

ઝૂરીબાગ કોળી સમાજ, યુવક મંડળ અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના સંયુકત ઉપક્રમે તાજેતરમાં અષાઢી બીજે સમસ્‍ત કોળી જ્ઞાતિના તેજસ્‍વી વિદ્યાર્થીનું સન્‍માન તથા રામદેવજી મહારાજનો ૧૯મો ધ્‍વજારોહણ મહોત્‍સવનું ધર્મસભા સાથે ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હતું.

ઝૂરીબાગ કોળી સેવા સમાજ, યુવક મંડળના તથા તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના સંયુકત ઉપક્રમ સમસ્‍ત કોળી સમાજના ૩પ૦ જેટલા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન તથા સનાતન ધર્મના તારણહાર દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્‍ણ પરમાત્‍માના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજનો અષાઢી બીજે ૧૯ મો ધ્‍વજારોહણ કાર્યક્રમનું ભવ્‍ય રીતે આયોજન સંપન્ન થયું હતું.

સમાજમાં કુરિવાજો, વ્‍યસનો અંધ શ્રધ્‍ધાઓને ત્‍યજવા અને કન્‍યા કેળવણીને પ્રાધાન્‍ય આપવાના ઉમદા હેતુસર પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઇ પૂંજાભાઇ બામણીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા તેજસ્‍વી છાત્રો સન્‍માન સમારંભનું મંગલ દીપ પ્રગટાવી ખુલ્લુ મૂકતા પોરબંદરના છાંયા-નવાપરા ઘેડીયા કોળી સેવા સમાજ ટ્રસ્‍ટના પ્રમુખશ્રી દેવાયતભાઇ ઠેબાભાઇ વાઢીયાએ જણાવ્‍યું હતું કે સમાજને સુધારવાનું કામ યુવાનો અને ભણેલી મહિલાઓ જ કરી શકે આથી સમાજના સર્વાંગી વિકાસ કરવા યુવાનો અને મહિલાઓ આગળ આવવાની શીખ આપી હતી.

ઘેડ પંથકના કોળી સમાજના યુવા પ્રમુખ અને નિવૃત્ત થયેલા પી. એસ. આઇ. શ્રી રામભાઇ બગીયાએ યુવા પેઢીના કથળતા જતા આરોગ્‍યની ચિંતા વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે પાન, ફાકી, માવા, ગુટકા, અને નશીલા પદાર્થોના સેવનથી યુવા પેઢી ખોખલી બની રહી છે ત્‍યારે તન-મનનું આરોગ્‍ય જાળવવા અનુરોધ કર્યો હતો.

કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડાએ જણાવ્‍યું હતું કે, મુંબઇની ૧૮પ૩ માં સ્‍થપાયેલી મુંબઇની જાણીતી એલ્‍ફ્રિન્‍સ્‍ટન કોલેજ દેશમાં શ્રેષ્‍ઠ હતી. જેમાં દેશના મહાપુરૂષો શ્રી ગોપાલક્રિષ્‍ન ગોખલે, લોકમાન્‍ય ટિળક, બાબા સાહેબ આબેડકર, હોમી ભાભા, જનશેદજી તાતા, અભ્‍યાસ કરીને દેશના ઉત્‍થાનમાં મહત્‍વનો ફાળો આપ્‍યો હતો તેના પાયામાં માત્ર પાઠય પુસ્‍તક જ નહીં. ઇતર વાચન માટે લાઇબ્રેરીનો ફાળો છે. સારા પુસ્‍તકો માણસ અને માનસ બન્‍નેને ઘડે છે ત્‍યારે આજની યુવાપેઢીને ગ્રંથાલય તરફ વાળાવાની સૌની ફરજ છે.

મહિલા કોલેજના અધ્‍યાપકો તથા છાત્રોનો પ્રાર્થના મિલન સમારંભ યોજાયો હતો. જેમાં કોલેજની જુદી-જુદી વિદ્યાશાળામાં અભ્‍યાસ કરી ચૂકેલી અને પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલી છાત્રોનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. જેમાં બી.કોમ. અંગ્રેજી માધ્‍યમ શ્રી સૈયદ મદીહા, બી.કોમ. ગુજરાતી માધ્‍યમ કોમલ જગતિયા, હિન્‍દી વિદ્યાશાખામાં ધરા વાંદરીયા, હોય સાયન્‍સમાં રમાની નાગર, અર્થશાષામાં પાંજરી ઉર્વીશા ઉપસ્‍થિત રહી પોતાના પ્રતિભાવમાં મહિલા કોલેજની શિસ્‍ત, સંસ્‍કાર અને શિક્ષણની પ્રણાલિને બિરાદવી પોતાના ઘડતરમાં આ કોલેજ મયુરપીંછ રૂપ રહી છ.ે તેવો ભાવ વ્‍યકત કરી ધન્‍યતાની લાગણી અનુભવી હતી.

ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. કેતન શાહના માર્ગદર્શન તળે યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદરની માધવાણી કોલેજના પ્રો.ડો. અનસુયાબેન ચૌધરીએ કોમ્‍યુનિકેશન સ્‍કીલનું જીવનમાં મહત્તા સ્‍પીચ આપીને સૌની અભિભૂત બનાવ્‍યા હતા દરેક વિદ્યાશાખામાં તજજ્ઞોના વ્‍યાખ્‍યાનો થયા હતા.

ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્‍ટી  જયશ્રીબેન ગોઢાણીયા, શ્રી ભરતભાઇ ઓડેદરા, શ્રીમતી શાન્‍તાબેન ઓડેદરા,  ભરતભાઇ વિસાણા, એકટીવ ટ્રસ્‍ટી ડો. હિનાબેન ઓડેદરાએ બે દાયકા વટાવી ચૂકેલી મહિલા કોલેજ માનવીય અને હકારાત્‍મક અભિગમ સાથે સમાજના લોકો માટે સહિયારા પુરૂષાર્થ દ્વારા દિવ્‍ય દર્શન બની રહી છ.ે તેમ શુભેચ્‍છા પાઠવી હતી.

(1:26 pm IST)