ઉનાઃ પ્લાસ્ટિકના બાચકાઓમાં દારૂની ૧૭૩બોટલો લઇને જતી ૩ મહિલાઓ ઝડપાઇ
(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. પોલીસે દેલવાડા નવાબંદર ચોકડી પાસે ૩ મહિલાઓને પ્લાસ્ટીક બાચકાઓમાં છૂપાવી લઇ જવાતો ઇગ્લીશ દારૂ ત્થા બીયર ટીન ૧૭૩ નંગ રૂા. રપ હજાર ૭૭૦ સાથે પકડી પાડવામાં આવી હતી.
મહિલા પીએસઆઇ ડી. બી. લાખણેત્રા ત્થા સર્વેમેન્સ ટીમનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. પી. બાંભણીયા, પો. કો. ભીખુશા બચુસા, હેડ કો. નીલેશભાઇ છગનભાઇ ઉનાથી પાંચ કિ. મી. દુર દેલવાડા આગળ નવાબંદર ચોકડી પાસે ૩ મહિલાઓ (૧) રંજનબેન વિજયભાઇ વાઘેલા રે. ઉના ખારા વિસ્તાર (ર) લક્ષ્મીબેન વિપુલભાઇ વાઘેલા, (૩) પિન્ટુબેન કેશુભાઇ રાણા ડાભી રે. વેરાવળ વાળાની પુછપરછ કરી પ્લાસ્ટીકનાં બાચકા ખોલાવતા ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ ૧૭૩ રૂા. રપ૭૭૦ ની બોટલ ત્થા બીયર ટીન મળી કુલ નંગ ૧૭૩ રૂા. રપ૭૭૦ ની કિંમતનો પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી. આ દારૂ કોની પાસેથી ખરીદી કોને આપવાનો હતો ? તેની તપાસ કરી રહી છે.