બહેન પ્રેમી સાથે ભગી જશે તો બદનામી થશે એ બીકે ભાઇએ જ હત્યા કરી નાખી
લીંબડીમાં ભોગાવાના કૂવામાંથી મળેલ યુવતીના મળતદેહ પ્રકરણનો ભેદ ખુલ્યો : અવાજ બહાર ન જાય એટલે ટીવીનું વોલ્યૂમ વધારી હત્યા કરી : લાશ છુપાવી આરામથી ટીવી જોતો હતો
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૫ : લીંબડીમાં ૧ જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મળતદેહ મળ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મળત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે ભાઈએ નયના ઊર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી છે.
મળત યુવતી કોણ છે? હત્યા કોણે કરી? સહિતના સવાલોને ધ્યાને લઈ LCB, સ્થાનિક પોલીસ સહિત ટીમોએ તપાસ હાથ ધરી હતી. મળતદેહ મળ્યાને કલાકો થવા છતાં યુવતીની ઓળખ થઈ શકી નહોતી. એલસીબી PI એમ.ડી. ચૌધરી, PSI વી.આર. જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, લીંબડી PSI વી.એન. ચૌધરી સહિત પોલીસ ટીમે મળત યુવતીના ભાઈ દિનેશ શંકરભાઈ રાઠોડને શકના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ભાંગી પડેલા દિનેશે તેની બહેન નયના ઊર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
દિનેશે જણાવ્યું હતું કે ૫ વર્ષથી અમે પરિવાર સાથે સાંણદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ રોહિત ઈશ્વર ઠાકોર સાથે મળી ગઈ હતી, જે અમને મંજૂર નહોતું. અમે તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી પરંતુ તે માની નહીં. એટલે અમે લીંબડી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા પછી પણ નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન ઉપર વાતો કરતી હતી. ૯ જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને ૨૩ જૂને ઘરે પરત ફરી હતી. ૨૭ જૂને અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો. અમે સપરિવાર પ્રસંગમાં હાજર હતા. ત્યાં મારૂ સતત ધ્યાન રહેલું હતું ભાઈએ નયના ઊર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.