સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th July 2019

જુનાગઢનાં પુર્વ મેયર મહેન્દ્રભાઇ મશરૂને ફરી કોર્પોરેશનનાં ચુંટણી જંગમાં ઉતારતુ ભાજપઃ ૩પ નવા ચહેરા

ભાજપના ૬૦ ઉમેદવારોમાં ર૩ જુના ચહેરાનો સમાવેશ : વર્તમાન મેયર, ડે. મેયર અને શાસક પક્ષના નેતાને ટિકીટ

જુનાગઢ તા.પ : જુનાગઢ મનપાની ર૧ જુલાઇએ યોજાનારી ચુંટણી માટે ભાજપે તેના ૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરતાં રાજકીય ગતિવિધી વધુ સતેજ બની છે.

 

પુર્વ મેયર અને માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂને ફરી ભાજપ કોર્પોરેશનનાં ચુંટણી જંગમાં ઉતાર્યા છે.

જુનાગઢ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી આડે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ગઇ રાત્રે પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રાત્રે ૧પ વોર્ડનાં ૬૦ ઉમેદવારોની યાદી જારી કરી હતી. જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ પણ સર્જાયો છે વોર્ડ નં.પાંચના અપક્ષ કોર્પોરેટર અને ભાજપમાં ભળેલા પ્રવિણ વાઘેલાને પાર્ટીએટીકીટ ન આપતા તેઓ ભાજપના કાર્યાલય પર રડી પડયા હતા.

ભાજપે કોર્પોરેશનમાં ફરી શાસન મેળવવા માટે સેવાભાવી પુર્વ ધારાસભ્ય અને માજી મેયર મહેન્દ્રભાઇ મશરૂને વોર્ડ નં.૧૧માંથી ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.

જયારે ભાજપના સંભવિત મેયરપદના ઉમેદવાર ધીરૂભાઇ નારણભાઇ ગોહેલને તેમના નિવાસસ્થાનના વોર્ડ નં.પના બદલે વોર્ડ નં.૯ની ટિકીટ આપવામાં આવી છે.

ભાજપે ૩પ નવા ચહેરા અને ર૩ જુના ચહેરા ઉપરાંત બે કોર્પોરેટરના પત્નીઓને પણ ટિકીટ ફાળવી છે.

મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, શાસક પક્ષના નેતા પુનિત શર્મા, પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સંજય કોરડીયાને ભાજપે ચુંટણી જંગમાં યથાવત રહયા છે.

ત્રણ ટર્મથી વિજયી રહેલ ભાજપના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખશીયને ભાજપે પતુ કાપી નાંખતા આ મહિલા અગ્રણીએ  આવાન અનુભવ્યો છે.

કોર્પોરેટર અને બ્રહ્મસમાજમાં યુવા નેતા શૈલેષભાઇ દવે અને નિર્ભય પુરોહીતને ભાજપે ટિકીટ આપી નથી.

જો કે વોર્ડ નં.૧૩ની આખી પેનલ કપાઇ ગઇ છે. જેમાં શૈલેષ દવેની સાથે પ્રીતીબેન સાંગાણીને પણ ટિકીટ આપી નથી.

સીંધી સમાજના અગ્રણી અને સસ્તા અનાજ દુકાનદાર એસો.ના પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઇ નંદવાણીને ભાજપે વોર્ડ નં.૬માંથી ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.

જયારે શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણીને વોર્ડ નં.૧૧ની મહામંત્રી ચંદ્રેશ હેરમાને વોર્ડ નં.૮ની અને વિહિપના અગ્રણી લલીતભાઇ સુવાગીયાન વોર્ડ નં. બે ની ટિકીટ આપીને ભાજપે મનપા ચુંટણીમાં ફરી જીત મેળવવા માટે કસર કરી છે.

બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં ભળેલા અબ્બાસ કુરેશીને ભાજપે વોર્ડ નં. ત્રણમાંથી ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.

આમ ભાજપે ર૩ કોર્પોરેટરને રિપીટ કરવાની સાથે બે નગર સેવકોની પત્નીને ટીકીટ આપી છે અને ૩પ નવા ચહેરા મેદાને ઉતાર્યા છે. જેમાં ભાજપને કેટલી સફળતા જીત મળે તે જોવુે રહયું હતું.

આ ચુંટણી જંગ માટે હજુ કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કર્યા નથી. પરંતુ આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે યાદીમાં જારી કરે તેવી શકયતા છે.

(11:50 am IST)