News of Friday, 5th July 2019
કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.મહેશ ઠકકર ઉપર ધોકાથી હુમલો
ભુજ, તા.પઃ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. મહેશ ઠકકર ઉપર હુમલો કરાતાં ચકચાર મચી જવા પામી છે. કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓની મુદત પૂરી થતાં નવા કર્મચારીઓની ભરતી કરવાને બદલે તેમનું કામ જુના ૧૯ હંગામી કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું. જેમાં ૧૬ કર્મચારીઓએ આ કામગીરી સ્વીકારી હતી.
૩ કર્મચારીઓ નારાજ હતા. જે પૈકી એક નારાજ કર્મચારીએ ગાળાગાળી કરી ધોકા વડે હુમલો કર્યો હતો. જોકે, અન્ય કર્મચારીઓએ હુમલાની કોશિશ નાકામ બનાવી હતી.
આ મામલે રજિસ્ટ્રાર ડો. મહેશ ઠક્કરે ભુજ બી ડિવિઝન પોલીસને ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
(11:48 am IST)