News of Friday, 5th July 2019
ગોંડલ મામાદેવ મંદિર ખાતે અષાઢી બીજ નિમિતે ભવ્ય ઉજવણીઃ
આ કાર્યક્રમ માં સવારે બાવન ગજ ની ધજા, નવચંડી યજ્ઞ, બટુક ભોજન તથા ભજન સંધ્યા તથા મહા આરતી કરીને ઉજવણી કરવામાં આવી. આ સમયે ૨૦૦૦૦ થી વધુ શ્રદ્ઘાળુઓએ આ પ્રસંગનો લાભ લીધો.
તદુપરાંત આ પ્રસંગનું ફેસબુક અને યુટ્યુબ પર લાઇવ તથા કેબલ કનેકશન પર લાઇવ પ્રસારણ નો લાભ હજારો ગોંડલ ગ્રામજનોએ માણ્યો હતો. આ પ્રસંગે મંદિરના મહંત શ્રી ચન્દુબાપુ દેસાણી દ્વારા ભકતજનોને આશીર્વચનો પાઠવ્યા હતા.
(11:36 am IST)