News of Friday, 5th July 2019
ઉનામાં મહિલા બુટલેગરના ઘરમાં માખણનાં ડબ્બામાંથી વિદેશી દારૂ મળ્યો
ભીમપરા અને ખોડિયારનગરમાં ડી સ્ટાફનો દરોડો :વિદેશી દારૂના 96 જેટલા ક્વાર્ટર મળ્યા ;બંને મહિલા બુટલેગરની અટકાયત
ઉનામાં ડી સ્ટાફે દરોડો પાડીને વિદેશી દારૂ સાથે મહિલાની અટકાયત કરી છે ઉનામાં મહિલા બુટલેગરના ઘરમાં માખણનાં ડબ્બામાંથી વિદેશી દારૂ મળ્યો હતો.
ઉનાનાં ભીમપરા અને ખોડિયાર નગર વિસ્તારમાં ડી-સ્ટાફની રેડ દરમિયાન વિદેશી દારૂના 96 જેટલા ક્વાર્ટર મળી આવ્યા હતા. બંન્ને મહિલા બુટલેગરની અટક કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મહિલા બુટલેગરો પાસેથી દારૂ મળતા ભારે ચકચાર મચી જવા પામી હતી
(11:44 pm IST)