મોરબીમાં ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે કોંગ્રેસનું હલ્લાબોલ
મોરબી : મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત સરકારનાં શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને FRC (ફી રેગ્યલેશન એકટ) નાં કાયદામાં જે સ્કુલ નું રજીસ્ટ્રેશન કરવામાં આવવું જોઈએ એમાં ઘણી સંકુલોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું. DEO કચેરી મારફતે નોટીસ આપવામાં આવી હોવા છતા પણ હજુ સુધી નોંધણી કરવામાં નથી. તો શું આવી સ્કુલો માં ભાજપા નાં આગેવાનો ભાગીદાર છે...? આવા સામાન્ય પરિવારનાં વિર્ધાથીઓને ખુબ તકલીફોનો સામનો કરવો પડતો હોય યુવા કોંગ્રેસની ટીમ NSUI સહિતનાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને આગામી દિવસોમાં મોરબી જીલ્લાનાં વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા અમારો સંપર્ક સાધવામાં આવશે તો યુવા કોંગ્રેસની ટીમ તેમની સાથે છે અનેઙ્ગ ઊગ્ર આંદોલન પણ ચલાવશે. ત્યારે આ કાર્યક્રમ માં જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા યુવા કોંગ્રેસ ઈનચાર્જ અમીતભાઈ પટેલ NSUI ના ઋતુરાજભાઈ યુવા કોંગ્રેસ ટંકારા પ્રમુખ પરેશભાઈ પટેલ મોરબીનાં નિતીનભાઈ નાયકપરા જીલ્લા પંચાયતનાં પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા , વાંકાનેરથી આબીદભાઈ ગઢવારા તથા પ્રશાંતભાઈ આહિર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં તે પ્રસંગની તસ્વીર.