સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th July 2018

કચ્છના ૭ સહિત ૯ તાલુકામાં ટીપુ'ય વરસાદ નથી : ઉમરગામમાં ૩૫ ઇંચ

અમદાવાદ તા. ૫ : ગુજરાતમાં કચ્છના સાત અને અન્ય બે તાલુકામાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે. તે સિવાય બધે જ વધતો-ઓછો વરસાદ થઈ ચૂકયો છે. બુધવારની સવાર સુધીમાં રાજયમાં સરેરાશ ૯૭.૨૧ મિ.મી. જેટલો અર્થાત્ સીઝનના અપેક્ષિત વરસાદનો ૧૧.૭૦ ટકા વરસાદ પડી ગયો છે.

મહેસૂલ વિભાગના અધિકૃત આંકડાઓ મુજબ મંગળવાર સવારથી બુધવાર સવાર સુધીમાં ૨૧.૦૭ મિ.મી. વરસાદ થયો હતો. રાજયના ૮૯ તાલુકામાં ૫૦ મિ.મી. સુધીનો વરસાદ આ સિઝનમાં થયો છે. ૧૦૧ તાલુકામાં ૫૧થી ૧૨૫ મિ.મી.,૨૬ તાલુકામાં ૧૨૬થી ૨૫૦ મિ.મી., ૨૦ તાલુકામાં ૨૫૧ થી ૫૦૦ મિ.મી., ૬ તાલુકામાં ૫૦૧થી મિલી મીટરથી માડીને ૮૬૩ મિ.મી. વરસાદ થયો છે. વિભાગવાર જોઇએ તો કચ્છમા સરેરાશ ૪ મિ.મી., (૧.૦૧ ટકા), ઉત્ત્।ર ગુજરાતમાં ૬૭ મિ.મી. (૯.૨૩ ટકા) પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૭૩ મિ.મી. (૮.૮૪ ટકા), સૌરાષ્ટ્રમાં ૫૧ મિ.મી. (૭.૪૫ ટકા) દક્ષિણ ગુજરાતમાં ૨૬૬ મિ.મી. (૧૮.૫૩ ટકા) વરસાદ થઈ ચૂકયો છે.

ગુજરાતમાં સૌથી વધુ ૮૬૩ મિ.મી. વરસાદ ઉમરગામ તાલુકામાં થયો છે. આમ પણ સરેરાશ ૫૯૯ મિ.મી. વરસાદ વલસાડ જિલ્લામાં થયો છે.

(11:47 am IST)