સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th July 2018

પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ કોડીનારના કોટડા બંદરના માછીમારનો મૃતદેહ કાલે વતન પહોંચશે

કોડીનાર તા.પ : પાકિસ્તાનની જેલમાં બે માસ પહેલા મૃત્યુ પામેલા કોડીનાર તાલુકાના કોટડા બંદરના માછીમારનો મૃતદેહ અંતે આવતી કાલે કરાચીથી વાયા દુબઇથી અમદાવાદ ખાતે આવનાર ફલાઇટમાં ભારત લાવવામાં આવશે જે આવતી કાલેકોટડા બંદરે પહોંચનાર છે.

કોડીનારના કોટડા બંદરના દેવાભાઇ રામાભાઇ બારૈયા ઉ.પ૮ જે ચાર માસ પહેલા પોરબંદરની દેર્વારાવ નામની બોટમાંં માછીમારી કરવા ગયેલ ત્યારે પાકિસ્તાની મરીન સિકયુરીટીએ તે બોટને પકડી પાડી તમામ ખલાસીને પાકિસ્તાનની જેલમાં પુરી દીધા હતા જેમાં દેવાભાઇનું હાર્ડ એટેકથી મૃત્યુ થવા અંગે પાકિસ્તાન સતાવાળાએ ભારત સરકારને જાણ કરવાની હોય છે જેની જાણ પાકિસ્તાન સરકારે ભારત સરકારને નહી કરીને માનવતા ચુકયા હતા દેવાભાઇના મૃત્યુની જાણ તેમની સાથે જેલમાં રહેલા પ્રવિણભાઇ ચાવડા નામના અન્ય ખલાસીએ તેમના કુટુંબીજનોને લખેલા પત્ર મારફત કરતા દેવાભાઇના પરિવારજનોને ખબર પડી હતી ત્યાર બાદ સ્વેચ્છીક સંસ્થાની મદદ લઇ દેવાભાઇનો મૃતદેહ આખરે કાલે તેમના વખત કોટડા પહોંચશે.

(11:34 am IST)