News of Saturday, 5th June 2021
જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર અકસ્માતમાં ર ના મોત
ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૪ ને ઇજા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. પ : જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ર ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર-દ્વારકા હાઇવે પર આજે સવારે ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયાં છે. જયારે ૪ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગેે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:14 pm IST)