સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th June 2020

જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેન્કની મીટીંગ મળી પણ ઠરાવ ના થઇ શકયો

ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની ગઇકાલે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગ મળી હતી. (તસ્વીર : કિંજલ કારસરીયા)

જામનગર તા. પ :.. ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી.ની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુભાષ બ્રીજ પાસે, જામનગર ખાતે બેંકની બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગ રાખવામાં આવેલ હતી. જેનો મુખ્ય એજન્ડા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યકિતઓ, વ્યકિતગત કારીગરો તથા શ્રમિક વર્ગ માટે વ્યાજ સહાય યોજનાના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. ૧૬-પ-ર૦ર૦ના ઠરાવ સબબ નિર્ણય કરવા મીટીંગનું આયોજન રાખેલ હતું.

જેમાં બેંકના ચેરમેન અશોકભાઇ લાલ, બેંકના મેનેજીંગ ડીરેકટર જીવણભાઇ કુંભરવાડીયા તથા બેંકના અન્ય ડીરેકટર જીતુભાઇ લાલ, મેરગભાઇ ચાવડા, ઇલેશભાઇ પટેલ હાજર રહયા હતાં. બેંકના ડીરેકટર લુણાભા સુમાણીયાનો માંદગી સબબનો રજા રીપોર્ટ મળેલ હતો. સરકારશ્રીના ઠરાવના પારા ક્રમાંક ર૪ મુજબ બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીંગ મેળવવા જરૂરી હતી. જેમાં બેંકના અન્ય ડીરેકટરશ્રીઓ જેમ કે બેંકના વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, અન્ય ડીરેકટર રાઘવજીભાઇ પટેલ, ડોલરભાઇ કોટેચા, મુળુભાઇ બેરા, પી. એસ. જાડેજા, દિલીપભાઇ નથવાણી, જીતુભાઇ નથવાણી, બળદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા તેમજ યોજનાના નોડલ ઓફીસર જીલ્લા રજીસ્ટ્રાર વિગેરે ગેરહાજર રહેલ હતાં.

મીટીંગનો મહત્વનો નિર્ણય જેમ કે આ યોજનાના અમલ માટે બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા યોજના અમલ માટેનો ઠરાવ કરવાનો ફરજીયાત હતો. પરંતુ બોર્ડ ઓફ ડીરેકટર્સની ગેરહાજરીને લીધે યોજનાની અમલવારી થઇ શકેલ નથી.(

(1:01 pm IST)