સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th June 2020

ઉપલેટામાં શેરડીનું પુરતું વેચાણ ન થતા ખેડૂતો ચિંતિત

ઉપલેટા,તા.૫: ઉપલેટાના ખેડૂતોએ સારી આવક મળે એવા હેતુથી શેરડીનુ વાવેતર કર્યું હતું. ૧૧ મહિના સુધી પાકની માવજત કર્યા બાદ શેરડીનો પાક તૈયાર થયો પરંતુઙ્ગ લોકડાઉનના કારણે ખરીદવા કોઈ તૈયાર નહોતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સતત ૧૧ મહિના સુધી પાકની સાર સંભાળ કરી અને ભારે મહેનત કર્યા બાદ પાક તૈયાર થઈ ગયો છે અને લોકડાઉન અમલમાં આવતાં ખેડૂતોનો તૈયાર થઈ ગયેલ શેરડીનો પાક કોઈ વેપારી ખરીદવા તૈયાર નથી. જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. જી.એસ.ટી. ચૂકવી ખેડૂતોએ મોંદ્યા ભાવના ખાતર અને જતુનાશક દવાની ખરીદી કરી અને વાવેતર કર્યું છે એક વિઘા દીઠ આશરે રૂપિયા ૧૮ થી ૨૦ હજારનો ખર્ચ પણ થયો છે પરંતુ અત્યારે કોઈ લેવાલ ન હોવાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. હાલ તો આ જગતનો તાત કે જે ધરતીનું અમૃત કહેવાતા શેરડીના પાકની ખેતી કરતા ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા આ શેરડીની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે જેથી ખેડૂતો દેવામાંથી રાહત મેળવે.

(11:31 am IST)