સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th June 2020

ગઢડામાં ૩II ઇંચઃ અમરેલી પંથકમાં વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રીનાં મેઘરાજાની સટાસટીઃ પવન સાથે વરસાદ વરસ્યોઃ અનેક જગ્યાએ વૃક્ષો, વિજ થાંભલા ધરાશાયી

પ્રથમ તસ્વીરમાં દામનગર, બીજી તસ્વીરમાં મોરબી, ત્રીજી તસ્વીરમાં પાલીતાણા, ચોથી તસ્વીરમાં જામકંડોરણા, પાંચમી તસ્વીરમાં સાવરકુંડલા, છઠ્ઠી તસ્વીરમાં ભાવનગર, સાતમી તસ્વીરમાં કાલાવડ, આઠમી તસ્વીરમાં ધોરાજી - જામકંડોરણામાં પડેલા વરસાદના પાણી, વૃક્ષ ધરાશાયી થયેલા નજરે પડે છે. (તસ્વીર : વિમલ ઠાકર - દામનગર, પ્રવિણ વ્યાસ - મોરબી, અંકુર મહેતા - પાલીતાણા, મનસુખ બાલધા - જામકંડોરણા, ઇકબાલ ગોરી - સાવરકુંડલા, મેઘના વિપુલ હિરાણી - ભાવનગર, કમલેશ આશરા - કાલાવડ, ધર્મેન્દ્ર બાબરીયા - ધોરાજી)

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત સોમવારથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી હતી. અને કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ પડી જાય છે. ગઇકાલે પણ રાજકોટ, ગોંડલ, અમરેલી, ગઢડા, બોટાદ, ભાવનગર, જેતપુર સહિતના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે અનેક જગ્યાએ ખાનાખરાબી સર્જાઇ હતી. અને અનેક જગ્યાએ વૃક્ષો તથા વિજ થાંભલાઓ  ધરાશાયી થયા હતાં. અને પાકને પણ નુકશાન થયુ હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં નિસર્ગ વાવાઝોડાના વિખરાયા પછી પણ ઝંઝાવાતની અસર કાલે ગુરૂવારે પણ જોવા મળી હતી. જેના પગલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂસવાટા મારતા તોફાની વચ્ચે રાજકોટ, અમરલી, જામનગર જિલ્લામાં ઝાંપટાથી માંડી ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું. સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર -કચ્છમાં વાદળછાયા વાતાવરણથી લોકોએ દિવસ દરમિયાન ભારે બફારાનો અનુભવ કર્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારબાદ બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અન મીની વાવાઝોડું ફુંકાયું હતું. જોત-જોતામાં રાજકોટ જિલ્લામાં ગોંડલ, જામકંડોરણા, ધોરાજી-જેતપુર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર ઝાપટા વરસી ગયા હતાં.

અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે જોરદાર પવન ફુંકાયાની સાથે જ વરસાદ શરૂ થઇ ગયો હતો. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ખાસ કરીને ખાંભા પંથકમાં ત્રણ ઇંચ પાણી વરસી જતાં હડીયા અને નેરડી નદીમાં પૂર આવ્યું હતું. જયારે અમરેલીમાં બે ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ હળવા-ભારે ઝાપટા વરસતા રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતાં. દરમિયાન ભાવનગરમાં અનેક સ્થળે છૂટા-છવાયા ઝાપટા વરસ્યા હતાં. જેના પગલે સરેરાશ અડધો ઇંચ પાણી વરસી ગયાના વાવડ મળી રહ્યા છે.

કાલે ગોંડલની ભાગોળે આવેલા જામવાડી જીઆઇડીસીમાં કામ અર્થે જઇ રહેલા વિરપુર ગામે રહેતા બાબુભાઇ આણંદભાઇ ચાવડા નામના આઘેડ હાઇવે પર આવેલી સ્કુલ પાસે વિશાળ હોર્ડીંગ નીચે વરસાદથી બચવા ઉભા રહ્યા હતાં. દરમિયાન તોફાની પવનની થપાટથી હોર્ડીંગ બાબુભાઇ માથે  પડતા તેનું ઘટના સ્થળે જ પ્રાણપંખીડું ઉડી ગયું હતું.

મધરાત્રે મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબકયો હતો. તોફાની પવન સાથે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ હતું. ધ્રાંગધ્રાના રણકાઠાના ગામોમાં વરસાદ વરસ્યો - લીંબડી અને સાયલા તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડયા હતાં.

સૌરાષ્ટ્રના જિલ્લાઓના વાતાવરણમાં  અચાનક પલ્ટો આવ્યો હતો. ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કોડીનાર, સુત્રાપાડા સહિત ઉનાના ગ્રામ્ય પંથકના વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અને અડધો ઇંચ વરસાદ ખાબકયો હતો.

સાવરકુંડલા

સાવરકુંડલા : સાવરકુંડલામાં કાલે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા ભારે ગરમીના વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા લોકોએ શાંતિનો દમ લીધો હતો તેમજ આ વરસાદથી કભી ગમ કભી ખુશી જેવું વાતાવરણ જોવા મળેલ હતું.

આમ તો હજુ કાયદેસર ચોમાસુ બેસવાને દસ થી બાર દિવસ બાકી છે ત્યારે આજે સવાર કુંડલામાં બપોરથી ઉકળાટના વાતાવરણમાં વાદળા છાયા વાતાવરણે પલ્ટો લેતા વાવાઝોડા રૂપી પવન સાથે ધોધમાર વરસાદ વરસેલ હતો આ વરસાદ એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયેલ હતો આ વરસાદ કભી ગમ કભી ખુશી જેવો વરસેલ છે કારણ કે આ વરસાદ વાવણી લાયક કહેવાય તો બીજી બાજુ કેરી સહિતના પાકના વ્યાપક નુકશાન થયાનું કહેવાય છે તેમજ ભારે ગરમીના વાતાવરણમાં આ વરસાદ વરસતા ઠંડુ વાતાવરણ થઇ જવા પામેલ હતું.

પાલીતાણા

પાલીતાણા :. પવન સાથે વરસેલા વરસાદને ભાવનગર વિરપુર રોડ ઉપર આવેલ શરમાળીયા દાદાના મંદિર નજીક ૧૦૦ વર્ષથી પણ વધુ સમયનું વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ રોડ ઉપર પડતા રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો કોઇ જાનહાની થવા પામેલ નથી.

ધોરાજી

ધોરાજી  : કાલે ધોરાજી - જામકંડોરણા વિસ્તારોમાં  વાવાઝોડા સાથે વરસાદ પડતા ધોરાજી - જામકંડોરણા રોડ પર આવેલ દૂધીવદરના પાટીયા પાસ રજવાડા સમયના વર્ષો જુના રોડ પર ટુટી પડતા વાહન વ્યવહાર ઝામ થઇ ગયલ આ અંગે વન વિભાગનો આરએફઓ જાકાસણીને જાણ કરતા વન વિભાગની ટીમે જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરેલ હતો.

ધોરાજી અને જામકંડોરણા વિસ્તારમાં વરસાદ પડતા ગરમીથી તસ્ત લોકોને રાહત મળી હતી. અને રાયડી ગામના યુવાન વાવાઝોડા સમયે છાપરામાંથી પતરૂ ઉડીને લાગતા ધોરાજી દવાખાને સારવારમાં આવેલ હતાં.

કચ્છ

 ભુજ :.. કચ્છના સામખીયાળીમાં ઝાપટા, ભચાઉના લખપત ગામે કરા સાથે વરસાદ પડયો. બપોરબાદ હવામાનમાં પલ્ટો આવ્યો. અન્યત્ર ગરમીનું જોર યથાવત રહ્યું છે.

ભાવનગર

 ભાવનગર : નિસર્ગ વાવાઝોડાની પાછલી અસરના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘરાજાની પધરામણી થઇ હતી. જિલ્લાના મહુવા અને પાલીતાણા પંથકમાં એક ઇંચ વરસાદ પડયો હતો. ભાવનગરમાં પણ બપોરના હળવા વરસાદ બાદ ૩૦ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂકાયો હતો.  જિલ્લાના મહુવા અને પાલિતાણા પંથકમાં બપોરે એક ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત જેસર, ગારીયાધાર અને તળાજા પંથકમાં અર્ધો ઇંચ વરસાદ પડયો હતો. જિલ્લાના સિહોર અને વલભીપુર પંથકમાં પણ છુટોછવાયો હળવો વરસાદ પડયો હતો. ભાવનગરમાં પણ બપોરના સમયે ધીમી ધારે હળવો વરસાદ પડયો હતો. વરસાદ બાદ સરેરાશ ૩૦ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જામકંડોરણા

 જામકંડોરણા : કાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ અને પવન સાથે વરસાદ પડયો હતો. આ વરસાદ ૮ મી.મી. નોંધાયો હતો આ વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.

દામનગર

દામનગર : શહેરમાં બપોરના ૪-૩૦ વાગ્યા બાદ વરસાદનું આગમન દામનગરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વીજળીના ચમકારા ગાજ વિજ સાથે વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી અસહ્ય ઉકાળટ બાદ ઠંડક પ્રસરી ગઇ હતી. અસહ્ય બફારા બાદ વાદળ છાયા વાતાવરણ વચ્ચે બપોરે ૪-૩૦ વાગ્યા બાદ વરસાદનું આગમન થયું છે. વીજળીના ગાજ વિજ સાથે વરસાદ વરસ્યો છે. દામનગર શહેરમાં ખુશીનું લહેર જોવા મળી રહી છે. દામનગર શહેરના મોજીલા યુવાનોએ વરસાદની મોજ માણી હતી. છેલ્લા પાંચ દિવસથી ઉકળાટ બાદ સાંજે વરસાદનું આગમન થયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

કાલાવડ

 કાલાવડ : કાલાવડમાં બપોરે ર વાગ્યે તોફાની પવન સાથે વરસાદ ચાલુ થતાં બપોરે એક કલાક સુધી વરસાદ તેમજ જોરદાર પવન ચાલુ રહેતા કાલાવડમાં ધોરાજી રોડ બંધ થઇ ગયે હતો અને કાલાવડ ખાતે વાહનોની લાવી લાઇન લાગી ગયેલ હતી. બકાલા માર્કેટમાં ગુલમોરનું ઝાડ પડવાથી માર્કેટની દિવાલ તેમજ કાલાવડ એપીએમસીની બોલેરો ગાડી ઉપર ઝાડ પડતા બોલેરો ગાડીનો બે ભાગ થઇ ગયેલ હતા અને રોડ ઉપર ઝાડ પડી જતાં નગરપાલિકાને જાણ કરવા છતાં પણ કોઇ જવાબદાર અધિકારી આવ્યા ન હતા અને ચીફ ઓફીસર જો  સમર્થક કરતા માલુમ છે કે તે રજા ઉપર છે. આવા વાવાઝોડાના ટાઇમ અને કોરોના હોવાથી છતા ચીફ ઓફીસર રજા ઉપર હતા અને નગરપાલિકામાં કોઇ જવાબદાર અધિકારી હાજર હતાં નહીં.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

બોટાદ

 

ગઢડા

૮૯  મી.મી.

બરવાળા

૧૩ ''

બોટાદ

૭ ''

અમરેલી

 

અમરેલી

૪૪ મી.મી.

ખાંભા

૭૬   ''

જાફરાબાદ

૧૦   ''

બાબરા

 ૦૩   ''

રાજુલા

૪૭   ''

લાઠી

  પ   ''

લીલીયા

પ૧   ''

સાવરકુંડલા

૧૯   ''

રાજકોટ

 

કોટડાસાંગાણી

પ૮   ''

ગોંડલ

૪૮   ''

જેતપુર

ર૬ ''

જસદણ

૬ ''

જામકંડોરણા

૧૦ ''

ધોરાજી

૧પ ''

પડધરી

૪ ''

વિંછીયા

ર૯ ''

ભાવનગર

 

ઉમરાળા

૪ મી.મી.

ગારીયાધાર

૧૭ ''

જેસર

ર૯ ''

તળાજા

૧૩ ''

પાલિતાણા

૩પ ''

ભાવનગર

૪ ''

મહુવા

ર૯ ''

વલ્લભીપુર

૬ ''

સિહોર

૩ ''

સુરેન્દ્રનગર

 

ચોટીલા

પ મી.મી.

થાનગઢ

૩ ૧ ''

લીંબડી

૧ ''

સાયલા

૧૦ ''

વઢવાણ

૧૦ ''

કચ્છ

 

ભચાઉ

૧ર મી.મી.

રાપર

૩ ''

(12:46 pm IST)