સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th June 2020

મોરબીના બગથળામાં ટ્રેક્ટર-રોટાવેટર મશીનની ઠોકરે માસૂમનું બાળકનું મોત

 

મોરબીના બગથળા ગામે રોટાવેટર મશીનની ઠોકરે બાળક આવી જતા માસૂમનું કરુણ મોત થયું હતું

મોરબીના બગથળા ગામે રહી મજુરી કરી બસુભાઈ સબાભાઈ બારિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રૂમાલભાઈ પરસુભાઈ ભાભોર રહે હાલ બગથળા મૂળ દાહોદ વાળાએ ટ્રેક્ટર જીજે ૦૩ એચએ ૭૬૪૧ પર છોકરાઓ રમતા હતા ત્યારે આરોપીએ બેદરકારીથી ટ્રેક્ટર અને રોટાવેટર મશીન ચાલુ કરી ફરિયાદીના દીકરા નરેન્દ્ર (..૧૩) નું કરુણ મોત થયું છે બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી આરોપી રૂમાલ ભાભોરની અટકાયત કરી છે

(12:45 am IST)