સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

પાટડીના ડેપ્યુટી કલેકટર અને નાયબ મામલતદાર 2,73 લાખની લાંચ લેતા ઝડપાયા ;અમદાવાદ એસીબીની ટ્રેપમાં બંને રંગેહાથ સપડાયા

 

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીના ડેપ્યુટી કલેકટર અને નાયબ મામલતદાર 2,73 લાખની લાંચ લેતા ઝડપાયા છે બંને અધિકારીઓએ એસીબીની ટ્રેપમાં રંગેહાથ સપડાયા છે ફરિયાદી પાસેથી સુરેન્દ્રનગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર સુનિલ વસાવા અને નાયબ મામલતદારે જમીનની બાબતમાં રૂપિયા 2.73 લાખની લાંચ માગી હતી

   પાટડી પ્રાંત કચેરી ખાતે નાયબ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર રૂ. 2.73 લાખની લાંચ લેતા અમદાવાદ એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. બંન્ને અધિકારીઓએ જમીનના કામ બાબતે લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદી વ્યક્તિએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. માહિતીના આધારે અમદાવાદ એસીબીએ મંગળવારે ટ્રેપ ગોઠવી હતી. જેમાં બંન્ને અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

(1:09 am IST)