સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

દિકરો છોકરીને ભગાડી જતા માતા પર હુમલો

જામકંડોરણાના ધોળધાર ગામનો બનાવ : મુકતાબેન ચાવડાને લાકડીથી ફટકારાતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૫: જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતાં વણકર મહિલા મુકતાબેન કેશુભાઇ ચાવડા (ઉ.૪૫) પર ગામના જ વલ્લભ મેઘાભાઇ ચાવડા અને તેના કુટુંબના લોકોએ લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

મુકતાબેનના પતિ હયાત નથી. તેઓ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના સગા વિનોદભાઇ ચનાભાઇના કહેવા મુજબ મુકતાબેનનો દિકરો રવિ અને સામાવાળા વલ્લભભાઇની દિકરી થોડા દિવસ પહેલા ભાગી ગયા છે. આ કારણે મનદુઃખ ચાલતું હોવાથી મુકતાબેન પર હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામકંડોરણા પોલીસને જાણ કરી હતી.

(3:44 pm IST)