સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની માંગ સાથે પડધરીમાં છાતી કુટીને રોકકળ

પડધરીઃ પડધરી તાલુકા અને શહેરના કિશાનોના કપાસ વિમાના પ્રશ્ને સહકારી આગેવાન ડો. ડાયાભાઈ પટેલ, ૬૬-પડધરી-ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રાજકોટ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ લુણાગરીયા, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, શહેર પ્રમુખ અરવિંદભાઈ વાઢેર, ચેતનભાઈ સુદાણી, વિશાલભાઈ ડોડીયા, ભરતભાઈ તળપદા, રમણીકભાઈ ચૌહાણ, પડધરી તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તેમજ સરકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં કિશાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેડૂતોએ પડધરી ચોકડી ખાતે ચક્કાજામ કર્યો હતો અને રોકકળ કરીને છાતી કુટીને સરકારનો વિરોધ કર્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઈ-પડધરી)(૨-૩૪)

(3:40 pm IST)