સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ટંકારાના નાના ધંધાર્થીઓ ફેરીયાઓને નડતરરૂપ ન હોય તે જગ્યાએ ઉભા રહી ધંધો કરવા છૂટ આપો

ટંકારા, તા.પઃ ટંકારામાં નાના ધંધાર્થીઓ, ફેરીયાઓ, શાક બકાલાવાળા, પાણીપુરી, ગોલા, ગુલ્ફી, આઇસ્ક્રીમ, નાસ્તાવાળાઓને નડતર રૂપ ન હોય તેવી જગ્યાએ ઉભા રહી ધંધો કરવાની છુટ આપવાની માંગણી ઉઠેલ છે.

ટંકારામાં સરકારી તંત્ર દ્વારા રાજકોટ મોરબી હાઇવે રોડ, લતીપર ચોકડી, ખીજડીયા ચોકડીએ, લતીપર રોડ ઉપર, આવેલ આડેધડ કેબીનો, લારી, ગલ્લાવાળા તથા પાથરણાઓ વાળાઓને કડક હાથે કામગીરી કરી હરાવવામાં આવેલ છે.

પરીણામે અનેક કુટુંબોની રોજી રોટી છિનવાય છે. કામ-ધંધા વગરના બનેલ છે. મુસાફરોને, પ્રવાસીઓને પીવાના પાણી, ચા-ઠંડા જેવી જરૂરી વસ્તુ મળતી નથી. પરિણામે મુસાફરો હાલાકી ભોગવે છે.

ટંકારામાં બસ સ્ટેશન જ નથી. તેથી પાણીનું પરબ કે કેન્ટિન તો હોય જ નહી. તો મુસાફરોની સુવિધા માટે તંત્રે માનવતાવાદી બનવું જરૂરી છે.

કેટલાક ધંધા કેબીનોવાળાને પાંચ હજાર રૂ.માં ભાડે દુકાનો રાખવાની ફરજ પડેલ છે. પરંતુ ત્યાં ધંધો નથી. તો ગુજરાન કેમ ચલાવવું?

ટંકારા ચોકડીએ દિવસ-રાત પાનની દુકાનો, કેબીનો ચાલુ હતી ત્યારે ચોરી ચપાટીના બનાવો ઓછા બનતા હતા. તેમજ સી.સી.ટી.વી. કેમેરા પણ લગાડેલા હતા. તેથી અસામાજીક તત્વો ઉપર વોચ રહતી હતી. રાત્રી રોનમાં પોલીસ હોમગાર્ડસને મદદરૂપ કેબીનો ધારકો થતા હતા. તાજેતરમાં જ ત્રણ દુકાનોના તાળા તુટેલ છે.

સરકારી તંત્રે માનવતાવાદી અભિગમ અપનાવી. કોઇના રોટલા છિનવી લેવાની બદલે બે પૈસા કમાય, કુટુંબનું ગુજરાન કરી તેવું કરવાની માંગણી છે. (૨૩.૭)

(12:38 pm IST)