સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં હવામાં ફાયરીંગ?

મુખ્ય બજારમાં પૈસાનો ડખ્ખોઃ ખાણી-પીણી બજારમાં નાસભાગ

સુરેન્દ્રનગર તા. પ :.. જોરાવરનગરના મુખ્ય બજારમાં અજાણ્યા શખ્સો કાર બાઇક સાથે ઘસી આવ્યા હતાં. જેમાં જોરાવરનગર મુખ્ય ચોક, ચોકમાં પાનના ગલ્લા ઉપર પૈસા બાબતમાં ધોકા અને પાઇપો ઉછાળી હૂમલો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યોછે. આથી જોરાવરનગરની ધમધમતી ખાણી-પીણી બજાર પણ સાંજથી મોડી રાત્રી સુધી ધમધમે છે એ પણ ટપોટપ બંધ થઇ ગયેલ હતાં.

નગરપાલિકા વિસ્તારમાં અવારનવાર આસામાજીક તત્વો વેપારીઓ પાનના ગલ્લા કે રેંકડીઓ ઉપર રોફ જમાવે છે. ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં મુખ્ય બજારમાં પ થી ૭ શખ્સો દ્વારા હૂમલો કરાતા ભારે નાસભાગ મચી ગયેલ હતાં. આ બનાવ ઘટના જીતેન્દ્રસિંહના પાનનાં ગલ્લે બની હતી. અને ઘટનાને નિર્વાણ કરી. આ શખ્સો નાસી છૂટયા છે. ત્યારે કોણ છે ...? કોણ હતા....? આ શખ્સો જેમણે આ ઘટના નિવાર્ણ આપ્યું. ફાયરીંગ પણ કર્યુ હોવાની ચર્ચા ચાલે છે છતાં ફરીયાદ નોંધાઇ નથી...? (પ-૧૯)

 

(12:38 pm IST)