સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને મહિલા સદસ્યના પતિ ઉપર હુમલો

વોર્ડ નં. ૮ના લતાવાસીઓએ ધીરજ ગુમાવીઃ દરરોજ રજુઆત કરવા છતાં પાણી પ્રશ્ન હલ ન થતાં આક્રોશ

વઢવાણ તા.૫: સુરેન્દ્રનગરમાં લોકો પાણી-પાણી પુકાર વચ્ચે હવે પાણી મેળવવા માટે પાણીપથ સમાન ''પાણીપત'' બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૮માં પાણીની ભારે પળોજણ વચ્ચે લોકો ઉગ્ર બન્યા અને પાણી ન આવતા રજુઆત કરવા છતા પણ ધ્યાન ઉપર ન લેવાતા આખરે પાણી માટે ભાજપના વોર્ડ નં. ૮ના મહિલા સદસ્યના પતિ ઉપર પાણી માટેની બબાલમાં હુમલો કરાતા તેને હાથે પગે ઇજા સાથે ઘાયલ અવસ્થામાં હાલ-હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.

સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ન હાલવિકટ બન્યો છે ત્યારે હવે પાણી માટે લોહી રેડાય તેવા પણ એંધાણ વર્તાઇ રહયા છે. ત્યારે આ અગાઉ પણ પાણી પ્રશ્ને લઇ કપણનગરના રહેવાસીએ પણ ઇજનેર ઉપર હુમલો કરી ઓફીસમાં તોડફોડ કરેલ અગાઉપણ પ્રમુખને બાનમાં લેવાયા છે. આવા પાણી માટે અનેકવાર પ્રશ્નો ઉપસ્થિત થતા બબાલ સર્જાઇ છે.ઙ્ગ

વઢવાણમાં પાણી ચોરી માટે પોલીસ મુકવી પડી

વઢવાણમાં પાણી પ્રશ્ને લઇ અવારનવાર લોકો દ્વારા પાણી માટે રજુઆત કરવામા઼ આવી હોવા છતાં ધ્યાન ઉપર ન લેવાતા મામલો આ પાણી માટે ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવો બને તે પહેલા તપાસ કરાતા પાણીના બંબા ટેઇલર બારોબાર સગાવાદ થતા હોવાનું ધ્યાન ઉપર આવેલ ત્યારે આ ચોપડામાં પાણી ફેરામાં ધાલમેલ થતા આ મામલામાં પાણી માટે પહેરેદારી કરાવવાની પણ ફરજ વઢવાણમાં બની છે? અને પાણીની ટાંકી ઉપર પોલીસ બેસાડવી પડી છે? ત્યારે મામલો અને આ પાણી સમસ્યા કેટલી હદે આ પાણી પ્રશ્ન વિકટ પુરવાર થઇ રહયો છે ?

પ્રમુખના વોર્ડમાં ત્રણ કિમી ચાલી મહિલાઓ મેળવે છે પાણીનું એકમાત્ર બેડુ

સુરેન્દ્રનગર શહેરના નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં પણ પાણી સમસ્યા ભારે વિકટ સ્થિતિ સર્જાઇ છે. આ વિસ્તારના માનવ મંદિર વાળો વિસ્તાર અને આ વિસ્તારના મહિલા ઓ આવા આ આકરા તાપમાનમાં પાણી માટે ઠેર-ઠેર ભટકી રહી છે. આ વિસ્તારના મહિલાઓ ત્રણકિ.મી. આ ગરમીમાં ચાલતી ચાલતી મુળચંદ ગામની સિમમા પાણી મેળવવા માટે જાય છે. ત્યારે ત્રણ કિમી જવાના અને આવવાના છ કિ.મી. ચાલે ત્યારેએક બેડુ પાણી મળે છે.

વિરડા ગાળીને પાણી મેળવે છે

સુરેન્દ્રનગર શહેર વઢવાણ શહેર અને જોરાવર નગરમાં પાણી પ્રશ્ને તંત્ર અને જનતા સામે-સામે નગરપાલિકા આવી રહી છે. પાણી સમસ્યા ગંભીર બની છે. અને ગંભીર બનવા છતાં પણ બેધ્યાન રહેતા સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખો સામે હવે જનતા રણશીંગુ ફુકવાના મુડમાં છે.

વઢવાણ પાણી ચોરીનો મોટો પ્રશ્ન હતો પાણી માટે પહેરેદાર બેસાડયા ત્યારે જયા નળ નથી? જયા કનેકશન પણ નથી જયા હેડપંપો પણ નથી? એવો પણ એક વિસ્તાર ? જેને ડોગસિયા વાસ કહે છે. આ વિસ્તાર સામે ભોગાવામાં ઝુંપડા બાંધી દેવીપુજક પરિવારજનો પણ વસવાટ કરે છે. આ લોકો પાણી માટે રજુઆત કરતા નથી? નથી સરકારનો વિરોધ દર્શાવતા કારણ નથી ટેકા ભરતા? નથી લાઇટલેતા નથી બાળકોને ભણાવતા? આ આવા આ પરિવારજનો નદી પટ્ટમાં વિડાગાળી અને વર્ષોપુરાણી ગણાતી રાજાશાહીની  વિરડા યોજનાનો લાભ લઇ રહયા છે. (૧.૧૩)

(12:37 pm IST)